Advertisement
Author: નોબત સમાચાર

પ્રેમલગ્ન કરનાર યુવાન તથા તેના માતા-પિતા પર સગા ભાઈ-ભાભી દ્વારા કુહાડી-ધોકાથી હલ્લો

ઘરવખરી ભરવા આવ્યા ત્યારે ભાઈ-ભાભી તૂટી પડ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જોડિયાના પીઠડ ગામના એક યુવાને પ્રેમલગ્ન કરતા ઉશ્કેરાયેલા તેના મોટાભાઈ તથા ભાભીએ રવિવારે સાંજે આ યુવાન, તેના પત્ની તેમજ માતા-પિતા પર હુમલો કરી માર માર્યાે હતો. માથામાં કુહાડી વાગી જતા વૃદ્ધ માતાને હોસ્પિટલ ખસેડાયા છે. તેઓએ સગા પુત્ર તથા પુત્રવધૂ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા કિશનભાઈ રમેશભાઈ અઘારીયા નામના યુવાને થોડા સમય પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. તે લગ્ન તેના મોટાભાઈ સુનિલ રમેશભાઈને પસંદ પડ્યા ન હતા. જેના કારણે બંને ભાઈ વચ્ચે બોલવાનો પણ વ્યવહાર રહ્યો ન હતો અને બેએક મહિના પહેલાં કિશન પોતાના પત્ની સાથે ધ્રોલ રહેવા ચાલ્યો ગયો હતો.

તે દરમિયાન રવિવારે સાંજે કિશન તથા તેના પત્ની મીરાબેન, સાસુ સવિતાબેન પીઠડમાં કિશનના મકાને ઘરવખરી લેવા માટે આવ્યા હતા ત્યારે સુનિલ તથા તેના પત્ની પિન્ટુબેન દોડી આવ્યા હતા. તેઓએ કિશન તથા મીરાબેનને ગાળો ભાંડી ધમકી આપી હતી. આ વેળાએ બંને પુત્ર વચ્ચે થયેલા વિખવાદના કારણે કિશનના માતા સવિતાબેન અને પિતા રમેશભાઈ વચ્ચે પડ્યા હતા. તેથી સુનિલ અને પિન્ટુબેન ઉશ્કેરાયા હતા.

ત્યારપછી આ દંપતીએ માતા તથા પિતા પર હુમલો કર્યાે હતો. જેમાં સુનિલે માતાને કપાળના ભાગે કુહાડી ઝીંકી દીધી હતી અને પિન્ટુબેને સસરા રમેશભાઈ પર ધોકાથી હુમલો કર્યાે હતો. જ્યારે કિશનને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. સવિતાબેને પોતાના મોટા પુત્ર તથા પુત્રવધૂ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh