Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના હરીપર ગામે સેવાના ઓથા હેઠળ ચાલતા કથિત ધર્માંતરણના નેટવર્કનો હિન્દુ સેના દ્વારા પર્દાફાશ

આદિવાસી શ્રમિકોને લાલચ આપી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાનો આક્ષેપઃ

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૧૪: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરીપર ગામની સીમમાં એક કારખાનાની પાછળ આવેલા મકાનમાં સેવા અને પ્રાર્થના સભાના બહાને ચાલી રહેલી શંકાસ્પદ ધર્માંતરણની પ્રવૃત્તિનો હિન્દુ સેના દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં દર રવિવારે પ્રાર્થના સભાના નામે ગરીબ અને ભોળા આદિવાસી શ્રમિકોને એકઠા કરવામાં આવતા હોવાની અને મફત ભોજન તેમજ અન્ય મોટી લાલચો આપી ગેરમાર્ગે દોરી, હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો હિન્દુ સેનાને મળી હતી. જેના આધારે હિન્દુ સેનાની ટીમ દ્વારા આ સ્થળે ગઈકાલે ચકાસણી કરાઈ હતી.

તપાસ દરમિયાન ત્યાંથી મોટી સંખ્યામાં વાંધાજનક ધાર્મિક સાહિત્ય, પવિત્ર બાઇબલ, ધાર્મિક ભજનોની પુસ્તિકાઓ અને હિન્દુઓને ક્રિશ્ચિયન બનાવવા માટેના શંકાસ્પદ પ્રમાણપત્રોનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે હિન્દુ સેનાના પદાધિકારીઓએ પ્રવૃત્તિ ચલાવતા મિશનરી સંચાલકને આડે હાથ લઈ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાકીદે બંધ કરવા માટે ચેતવણી આપી હતી.

હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ અને સૌરાષ્ટ્ર પ્રમુખ ગૌરવ મહેતા તેમજ કેશવ ચૌહાણ, ભગીરથસિંહ જાડેજા, વિનુભાઈ તથા ગૌરવ સોલંકી સહિતના કાર્યકરો જોડાયા હતા. આ ટીમે સરપંચને તેમજ પોલીસને જાણ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh