Advertisement
Author: નોબત સમાચાર

ઐતિહાસિક 'જામ-ખંભાળિયા' નામ પુનઃ સ્થાપિત કરાવવા અંગે રજૂઆત

જામસાહેબ શત્રુશલ્યસિંહજીને મળ્યું પ્રતિનિધિમંડળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: શહેરનું ઐતિહાસિક નામ 'જામ-ખંભાળિયા' પુનઃ સ્થાપિત કરવા જામસાહેબ સમક્ષ માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે.

જામખંભાળિયા શહેરનો ગૌરવશાળી ઈતિહાસ અને વારસાનું પ્રતીક છે. હાલમાંઅનેક સરકારી દસ્તાવેજો, બોર્ડ, વેબસાઈટ તથા અન્ય સ્થળોએ માત્ર ખંભાળિયા નામનો ઉપયોગ થાય છે. આથી આ શહેરની ઐતિહાસિક ઓળખ ધૂધળી બની છે.

હંમેશાં હાલાર પ્રદેશના ઈતિહાસ, સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણ માટે જામસાહેબ હંમેશાં કાર્યરત છે. આથી જામખંભાળિયા નામને તેની યોગ્ય ઓળખ અને માન્યતા મળે તે માટે માર્ગદર્શન-સહયોગ પ્રાપ્ત થાય તેવી માંગણી સાથે જામસાહેબ સમક્ષ રજૂઆત અને માંગણી કરવામાં આવી છે.

જામખંભાળિયાના યુવા અગ્રણી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ યુવરાજસિંહ વાઢેર દ્વારા આ માંગ કરવામાં આવી છે.

આ રજૂઆત સમયે તેમની સાથે મહિપાલસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા, હાર્દિકસિંહ ચુડાસમા, હિતેષ દલવાડી, રવિરાજસિંહ ગોહિલ સહિતનાઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh