Advertisement
Author: નોબત સમાચાર

મોટા ભાડુકીયામાં ડોક્ટર ન હોવા છતાં પ્રેક્ટિસ કરતા શખ્સને પકડી પાડતી પોલીસ

મેડિકલના સાધનો, દવા સહિતનો મુદ્દામાલ કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: કાલાવડના મોટા ભાડુકીયા ગામમાંથી સ્થાનિક પોલીસે એક બોગસ તબીબને પકડી પાડ્યો છે. તેના નામ વગરના દવાખાનામાંથી દવા, મેડિકલના સાધનો કબજે કરી લેવાયા છે.

કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં એક શખ્સ ડોક્ટર ન હોવા છતાં મકાન ભાડે રાખી તેમાં દવાખાનુ ચલાવતો હોવાની બાતમી મળતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.બી. રાંકજા તથા સ્ટાફે ગઈકાલે મોટા ભાડુકીયામાં દરોડો પાડ્યો હતો.

આ કામમાં દલપતભાઈ વેલજીભાઈના આસામીનું મકાન ભાડે રાખી એક ઓરડામાં નામ વગરનું દવાખાનુ શરૂ કરનાર પ્રવીણભાઈ પરસોત્તમભાઈ હીરપરા (ઉ.વ.૫૦) મળી આવ્યા હતા. આ શખ્સ પાસે પોલીસે ડોક્ટરની ડિગ્રી જોવા માંગતા આ શખ્સ ડોક્ટર ન હોવા છતાં બીમાર લોકોની સારવાર કરતો હોવાનું ખૂલ્યું છે. તેના કહેવાતા દવાખાનામાંથી મેડિકલના સાધનો તેમજ દવા મળી રૂ।.૧૬,૧૭૬નો માલસામાન તથા રૂ।.૧૮૧૦ રોકડા કબજે કરાયા છે. આ શખ્સ સામે એએસઆઈ આર.વી. ગોહિલે ખુદ ફરિયાદી બની મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ તથા બીએનએસની કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh