Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાડાની રશીદ ૩૦ દિવસમાં રજૂ કરવા હુકમઃ
જામનગર તા. ૧૪: જામનગરની ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના ટ્રસ્ટના વહીવટકર્તાઓને સુવ્યવસ્થિત વહીવટ કરવા સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા જુદા જુદા આદેશ કરાયા છે.
જામનગરની ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ ટ્રસ્ટના વહીવટકર્તા નવીનભાઈ કરશનભાઈ લાખાણી વગેરેએ ટ્રસ્ટની માલિકીની મિલકતો કોર્ટની પરવાનગી વગર અને જ્ઞાતિજનોને વિશ્વાસમાં લીધા વગર કે સામાન્ય સભામાં ઠરાવ કર્યા વગર જ ભાડે આપી હતી. તેથી ગેરવહીવટ થતો હોવાનું જણાઈ આવતા કડિયા જ્ઞાતિના નિલેશભાઈ રસીકલાલ ખેતાણીએ રાજકોટ સ્થિત સંયુક્ત ચેરિટી કમિશનર કચેરી સમક્ષ અરજી કરી હતી.
તે અરજી અંશતઃ મંજૂર કરવામાં આવી છે અને ટ્રસ્ટના વહીવટકર્તાઓને હિસાબ ઓડીટ કરાવી ૩૦ દિવસમાં રજૂ કરવા, ટ્રસ્ટની સ્થાવર મિલકત નોંધાવવા, ભાડાચિઠ્ઠી તથા અન્ય મિલકતનું લીસ્ટ અને ભાડાની રશીદ રજૂ કરવા, રૂ।.૫ હજારથી વધુની ચૂકવણી ચેકથી કરવા હુકમ કર્યાે છે. નિલેશભાઈ તરફથી વકીલ ધર્મેન્દ્ર પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial