Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય તબીબની જગ્યાઓ ખાલી!

સરકારની ઢીલી નીતિઓના કારણે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગર જિલ્લામાં સરકારની ઢીલી નીતિના કારણે જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાંથી મોટાભાગના કેન્દ્રોમાં અધિક્ષક (મુખ્ય તબીબ)ની જગ્યા ખાલી છે.

આ જગ્યાઓ ઉપર માન્ય લાયકાતવાળા ડોક્ટરોની નિમણૂક માટે જીપીએસસી દ્વારા પસંદગી પ્રક્રિયા ચાલે છે, પણ તેમાં ૩૪૦૦ જેટલી અરજીઓમાંથી દરરોજ માંડ રપ ઉમેદવારોને જ ઈન્ટરવ્યુુ માટે બોલાવાય છે. તેથી આ પસંદગી પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ એકાદ વર્ષ જેવો સમય લાગશે.

આ પરિસ્થિતિમાં સરકારે જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાં તો બોન્ડેડ ડોક્ટરોને અથવા ડેન્ટિસ્ટને નિમણૂક આપી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે.

જેથી જે તે વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના ગ્રામ્ય વિસ્તારના લોકોને ડિલિવરી, ટી.બી., મેલેરિયા, ચાંદીપુરા અને અન્ય રોગોથી સારવાર માટે નિયુક્ત ડોક્ટરોને જાણકારી નહીં હોવાથી ગ્રામ્ય પ્રજા ભારે પરેશાની ભોગવી રહી છે.

ડોક્ટરોની અછત અને જરૂરિયાતને ધ્યાને લઈને રાજ્ય સરકારે તાકીદે જીપીએસસીની પસંદગી પ્રક્રિયા વેગવંતી બનાવી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાત તબીબોની નિમણૂક આપવા માંગણી ઊઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh