Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવવ્રતજીની સાદગી અને સરળતાથી ગ્રામજનો પ્રભાવિત
જામનગર તા. ૧૪: લતીપર ગામે અનુસૂચિત જાતિ પરિવારના આંગણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રોટોકોલ બાજુ પર મૂકી સાદગીભર્યા અંદાજમાં જમીન પર બસી ભોજન લીધું હતું અને પ્રેરક દૃષ્ટાંત બેસાડ્યું હતું.
જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વહીવટી શિષ્ટાચારથી પર જઈને માનવીય સંબંધો અને સામાજિક એક્તાની સુવાસ ફેલાવી હતી.
રાજ્યના સર્વોચ્ચ બંધારણીય પદે બિરાજમાન હોવા છતાં, તેમણે ગામના એક સામાન્ય અનુસૂચિત જાતિ પરિવારના ઘરે મુલાકાત લીધી હતી. અહીં તેમણે સુરેશભાઈ ગોવિંદભાઈ વાઘેલાના પરિવાર સાથે સાદગીપૂર્વક ભોજન ગ્રહણ કરી સામાજિક સમરસતાનું એક અદ્ભુત અને પ્રેરક દૃષ્ટાંત પૂરૃં પાડ્યું હતું. ઉચ્ચ બંધારણીય પદની ગરિમાની સાથે પોતાની આગવી સરળતા માટે જાણીતા રાજ્યપાલ કોઈપણ પ્રકારના વી.આઈ.પી. પ્રોટોકોલ વગર, તેઓ પરિવારના એક વડીલ સભ્યની જેમ જમીન પર પલાઠી વાળીને બેઠા હતાં.
ભોજન દરમિયાન તેમણે પરિવારના સભ્યો સાથે અત્યંત સહજતાથી સંવાદ સાધ્યો હતો. તમના સુખ-દુઃખ અને ખબર-અંતર પૂછીને આત્મિયતાનો અહેસાસ કરાવ્યો હતો. રાજ્યપાલના આ આતિથ્ય અને સાદગીપૂર્ણ અભિગમથી ગદગદ થયેલા સુરેશભાઈ વાઘેલાએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'અમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે રાજ્યના પ્રથમ નાગરિક અમારા જેવા સામાન્ય પરિવારના આંગણે પધારશે. તેમણ અત્યંત વહાલ અને પ્રેમથી અમારા ઘરે બેનલું ગલકા અને દાળનું શાક, રોટલી અને ખીચડી જેવું સાદું ભોજન લીધું હત્ું. રાજ્યપાલશ્રીની આ ભવ્ય સરળતા અમારા જીવનની સૌથી મોટી અને ક્યારેય ન ભૂલાય તેવી અવિસ્મરણિય પળ બની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial