Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડ જીઆઈડીસીમાં વીજધાંધિયાથી ત્રસ્ત
જામનગર તા. ૧૪: જામનગરના દરેડ જીઆઈડીસીમાં વીજ ધાંધિયાથી ઉદ્યોગકારો ત્રસ્ત થઈને પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યા પછી મેઈન્ટેનન્સના નામે વેઠ ઉતારતા વીજ તંત્ર સામે એસોસિએશને આક્રોશ વ્યકત કર્યો હતો અને દૈનિક પાવર કાપથી બ્રાસપાર્ટ ઉદ્યોગને લાખોનું નુકસાન જતુ હોવાથી તત્કાળ યોગ્ય કદમ ઉઠાવવાની માંગ ઉઠાવી હતી.
જામનગરના દરેડ જીઆઈડીસીમાં વીજ ધાંધિયાથી ઉદ્યોગકારો ત્રસ્ત થઈને પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યા પછી મેઈન્ટેનન્સના નામે વેઠ ઉતારતા વીજ તંત્ર સામે એસોસિએશનને આક્રોશ વ્યકત કર્યો હતો અને દૈનિક પાવર કાપથી બ્રાસપાર્ટ ઉદ્યોગને લાખોનું નુકસાન જતુ હોવાથી તત્કાળ યોગ્ય કદમ ઉઠાવવાની માંગ ઉઠાવી હતી.
બ્રાસનગરી જામનગરના જીવાદોરી સમાન દરેડ જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાની ગંભીર સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂ૫ ધારણ કર્યું છે. વીજ તંત્રની લાલિયાવાડી અને અનિયમિત પાવર સપ્લાયથી ત્રસ્ત થયેલા સ્થાનિક ઉદ્યોગકારોના ધીરજનો અંત આવતા, તેઓએ એકજૂટ થઈને પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો અને અધિકારીઓનો ઉધડો લઈ આકરી રજૂઆત કરી હતી.
આ મામલે દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે આક્રોશ ઠાલવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વીજ તંત્ર દ્વારા મેઈન્ટેનન્સની કામગીરીમાં સદંતર વેઠ ઉતારવામાં આવી રહી છે. અનેક ઔદ્યોગિક વિસ્તારોમાં જર્જરિત વીજ વાયરો, ખામીયુક્ત ટીસી અને લુઝ કનેક્શન જેવી વ્યાપક સમસ્યાઓ હોવા છતાં, તંત્ર દ્વારા જૂના સંસાધનો બદલવાની કે નવેસરથી વીજભાર (લોડ) માપીને કાયમી ધોરણે નક્કર ઉકેલ લાવવાની કોઈ જ તસ્દી લેવામાં આવતી નથી. પરિણામે, પરિસ્થિતિ એટલી વણસી છે કે દિવસમાં નિયમિતપણે એકથી બે વખત પાવર ગુલ થઈ જવાની નોબત આવી છે.
આ અઘોષિત અને વારંવારના વીજ કાપના કારણે જામનગરના સુપ્રસિદ્ધ બ્રાસ પાર્ટ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન નાના-મોટા કારખાનાઓને આર્થિક ફટકો સહન કરવો પડી રહૃાો છે. એક તરફ વીજળીના અભાવે ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ જાય છે, જેના કારણે કારખાનામાં કામ કરતા શ્રમિકો અને કારીગરોને કામ વગર બેઠા પગાર ચૂકવવાનો વારો આવે છે, તો બીજી તરફ ગ્રાહકોના સમયસરના ઓર્ડર પૂર્ણ ન થતા વ્યાપારી શાખને પણ નુકસાન પહોંચી રહૃાું છે. એટલું જ નહીં, મશીનોમાં અચાનક પાવર જતો રહેવાથી પ્રોસેસિંગમાં રહેલા કાચા માલ અને અર્ધતૈયાર પ્રોડક્ટ્સમાં પણ નુકસાની વેઠવી પડે છે.
તંત્રની આ નિષ્ક્રિયતા અને અણઆવડતના કારણે ઉદ્યોગકારોને પડતા બેવડા મારથી કંટાળીને જ અંતે તમામ કારખાનેદારોએ આકરા પાણીએ થઈ વીજ કચેરીએ ધામા નાખ્યા હતા અને માંગ કરી છે કે આ ઔદ્યોગિક વિસ્તારની વીજ સમસ્યાનું સત્વરે કાયમી નિરાકરણ લાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, દરેડના જીઆઈડીસી વિસ્તાર પછી આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં નાના ઉદ્યોગકારોને પાંચસોથી વધુ એકમો આવેલા છે જેને શિવમ ફીડર અને સિદ્ધનાથ ફીડરમાંથી વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે, પણ આ ફીડરોના વીજવાયરો વારંવાર તૂટી જવાના કારણે વીજપુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા પ્રવર્તે છે. આ સમસ્યાના ઉકેલ માટે આ વિસ્તારના ઉદ્યોગકારોએ ગત્ જાન્યુ. ર૦ર૬ માં રજૂઆત કરી હતી. તે સમયે વીજતંત્રના જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે, વાયરો બદલાવવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે અને માર્ચ-ર૦ર૬ સુધીમાં નવા કોટેડ વાયરો નાંખી દેવામાં આવશે, પણ આજે તે વાતને છ મહિના જેવો સમય વીતી જવા છતાં વાયરો બદલવાની કામગીરી થઈ નથી.
આથી આ વિસ્તારના નાના ઉદ્યોગકારોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ પીજીવીસીએલની મુખ્ય કચેરીએ જઈને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને જો ટૂંક સમયમાં વીજવાયરો બદલવવામાં નહીં આવે અને આ વિસ્તારની વીજપુરવઠો ખોરવાઈ જવાની સમસ્યાનો અંત નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial