Advertisement
Author: નોબત સમાચાર

નયારા એનર્જીએ હાંસલ કર્યું ૭૦૦૦ રિટેલ આઉટલેટનું સિમાચિહ્નઃ દેશવ્યાપી નેટવર્ક

ઈન ઈન્ડિયા, ફોર ઈન્ડિયાનો કોન્સેપ્ટઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: નયારા એનર્જીના રિટેલ આઉટલેટ નેટવર્કે ૭,૦૦૦નું સીમાચિહ્ન હાંસિલ કર્યું છે. રિટેલ નેટવર્કના વિસ્તરણમાં દરરોજ લગભગ એક નવું વધી રહ્યું છે અને સમગ્ર ભારતમાં વિશ્વસનિય ઈંધણની ઉપલબ્ધતાની દિશામાં પ્રગતિ થઈ રહી છે.

ભારતની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ ૭,૦૦૦ રિટેલ આઉટલેટનું સીમાચિહ્ન હાંસિલ કર્યું છે, જેથી સમગ્ર દેશમાં વિશ્વાસપાત્ર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઈંધણની ઉપલબ્ધતા વધી છે. શહેરી કેન્દ્રો, મુખ્ય હાઈવે, વૃદ્ધિલક્ષી કોરિડોર, ટિઅર-૨ શહેરો અને ગ્રામીણ બજારોને જોડતું આ નેટવર્ક ભારતમાં રોજિંદા અવરજવરમાં ઈંધણનો પુરવઠો પૂરો પાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. નયારા એનર્જી પોતાના રિટેલ નેટવર્કનું સતત વિસ્તરણ કરી રહી છે અને છેલ્લા ૧૮ મહિનાઓમાં ૫૦૦થી વધારે સ્ટેશન નેટવર્કમાં ઉમેર્યા છે.

એનો અર્થ એ છે કે, લગભગ દરરોજ એક નવું આઉટલેટ ખુલે છે, જે ઈંધણની ઉપલબ્ધતાને વધારવાની દિશામાં કંપનીનું સતત રોકાણ દર્શાવે છે. ઈંધણની પહોંચ વધારવા ઉપરાંત નયારા એનજીર્નું વધતું રિટેલ નેટવર્ક મોટા પાયે આર્થિક અસર પણ ઊભી કરે છે. એનું ડીલર ઑન્ડ ડીલર ઓપરેટેડ મોડલ સ્થાનિક ઉદ્યોગસાહસિકતા અને લાંબા ગાળાનાં જોડાણ મારફતે મોટા પાયે વૃદ્ધિને શક્ય બનાવે છે.

હાલ એની રિટેલ ઇકોસિસ્ટમ ૫૫,૦૦૦થી વધારે લોકોને આજીવિકા પૂરી પાડે છે, જેથી સમગ્ર ભારતમાં રોજગારી અને સામુદાયિક સ્તરે આર્થિક ભાગીદારીને પ્રોત્સાહન મળે છે. દરેક નવું આઉટલેટ એક વિશ્વાસપાત્ર મોબિલિટી પાર્ટનર તરીકે નયારા એનજીર્ની ભૂમિકાને મજબૂત કરે છે તથા ગ્રાહકો, ડીલરો, ભાગીદારો, કર્મચારીઓ અને સામુદાયિક સ્તરે મૂલ્યનું સર્જન કરે છે.

ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા ના વિચારની સાથે નયારા એનર્જી પોતાનાં રિટેલ નેટવર્કને મજબૂત કરવા, ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવા અને વિશ્વાસપાત્ર એનર્જી સોલ્યુશન આપવામાં સતત રોકાણ કરે છે. આ સોલ્યુશન દેશની મોબિલિટી અને વૃદ્ધિની આશાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. કંપની કાર્યકારી કાર્યદક્ષતા, ગ્રાહક-કેન્દ્રીતતા તથા ટકાઉ અને સર્વસમાવેશક વૃદ્ધિ મારફતે ભારતની બદલાતી એનર્જી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને એક વિશ્વાસપાત્ર ફ્યુઅલ પાર્ટનર બનવા કટિબદ્ધ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh