Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શટર ઊંચકાવી તસ્કરોએ હાથફેરો કર્યાે:
જામનગર તા. ૧૪: દ્વારકાના વરવાળામાં રહેતા એક આસામીની દુકાનમાં શનિવારની રાત્રે ચોરી થઈ છે. કોઈ તસ્કરોએ ટેબલના બે ખાનામાંથી રૂ।.સાડા પાંચ લાખ રોકડા ચોરી કરી લીધા છે.
દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર આવેલા વરવાળા ગામમાં વસવાટ કરતા વિનોદભાઈ ભીમજીભાઈ ગોહેલ નામના આસામી ઓખા ધોરીમાર્ગ પર સરકારી આરોગ્ય કેન્દ્ર સામે ગોહેલ એન્જિનિયરીંગ નામની દુકાન ચલાવે છે.
તેઓની દુકાનમાં શનિવારની રાત્રિથી રવિવારની સવાર સુધીમાં ચોરી થઈ છે. દુકાનનું શટર ઉંચકાવી ઘૂસેલા કોઈ શખ્સોએ ટેબલના ખાનામાંથી રૂ।.પ૦ હજાર તથા બીજા ખાનામાંથી રૂ।.પ લાખ મળી રૂ।.સાડા પાંચ લાખની રોકડની ચોરી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial