Advertisement
Author: નોબત સમાચાર

બેડીબંદરના રીંગ રોડ પર બાઈકમાંથી મળી આવ્યા દારૂના ૪૭ ચપલાઃ બેની અટકાયત

એક્ટિવામાંથી ૩૫ ચપલા કબજે કરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના બેડીબંદર નજીકના રીંગરોડ પરથી ગઈરાત્રે બાઈકમાં જઈ રહેલા બે શખ્સના કબજામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના ૪૭ ચપલા ઝબ્બે લીધા છે. જ્યારે એક્ટિવા પર સમ્રાટ અશોકનગર નજીકથી જતા શખ્સના કબજામાંથી દારૂના ૩૫ ચપલા મળી આવ્યા છે.

જામનગરના બેડીબંદર રોડ પર આવેલા પેટ્રોલપંપ પાસે ગઈરાત્રે સિટી સી ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન જીજે-૧૦-ડીસી ૪૩૦૨ નંબરનું બાઈક પસાર થતાં તેને ઉભુ રખાવાયંુ હતું.

આ વાહન પર જઈ રહેલા સીતારામ સોસાયટીવાળા આશિષ સુરેશભાઈ કવા તથા મૂળ ચોખંડા ગામના અને હાલમાં વાંકાનેરમાં રહેતા નિમેષ શાંતિલાલ નિમાવત નામના શખ્સોની તલાશી લેતા આ શખ્સો પાસે રહેલા થેલામાંથી ઈંગ્લીશ દારૂના ૪૭ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા, બાઈક મળી રૂ।.૩૬,૩૪૫નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગરના સમ્રાટ અશોકનગર પાસે દીનદયાલ આવાસ નજીકથી ગઈરાત્રે પસાર થતાં એક એક્ટિવાને ખોડિયાર કોલોની પોલીસચોકીના સ્ટાફે રોકાવી તેના ચાલક ત્રણ માળીયા આવાસમાં રહેતા જાવિદ જમાલભાઈ ખુંભીયાની તલાશી લેતા આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂના ૩૫ ચપલા મળી આવ્યા હતા. પોલીસે સ્કૂટર તથા ચપલા મળી રૂ।.૫૦,૫૦૦નો મુદ્દામાલ કબજે લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh