Advertisement
Author: નોબત સમાચાર

હાઈવે પર ચાલીને જતી તરૂણીનું ઈનોવાની ઠોકરે ચઢ્યા પછી સારવારમાં નિપજ્યું મોત

અકસ્માત સર્જનાર મોટરચાલક સામે ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામ પાસે ચોકલેટના કારખાનાની સામેથી દસેક દિવસ પહેલાં સાંજે ચાલીને જતી ૧૩ વર્ષની તરૂણીને મોટરે હડફેટે લીધી હતી. સારવારમાં આ તરૂણીનું મૃત્યુ નિપજ્યું છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા વસઈ ગામમાં આવેલા જશુભા સુરાજી નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના જાઈ ગામના વતની અનિલભાઈ ગુમાનભાઈ મકવાણા નામના શ્રમિકની તેર વર્ષની પુત્રી રાધા (ઉ.વ.૧૩) ગઈતા.૩૦ની સાંજે સાડા ચારેક વાગ્યે વસઈ ગામ પાસે ચોકલેટના કારખાનાની સામે ચાલીને જતી હતી.

આ વેળાએ જીજે-૩૭-એબી ૧૬૪૮ નંબરની ઈનોવા મોટર ફૂલસ્પીડમાં ધસી આવી હતી. તેના ચાલકે આ તરૂણીને હડફેટે લેતા રોડ પર પછડાયેલી રાધાને માથા સહિતના શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી આ તરૂણીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. અનિલભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh