Advertisement
Author: નોબત સમાચાર

બાંગ્લાદેશમાં ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી ચોતરફ મચી ભારે તબાહીઃ દસ લાખ લોકો ફસાયાઃ ૫૪ના મોત

અનેક સ્થળોએ કમરબૂડ પાણીઃ રાહત-બચાવની કામગીરીથી લોકો નારાજ : ભૂસ્ખલનમાં રોહિંગ્યા શિબરો દબાઈ

                                                                                                                                                                                                      

ઢાકા તા. ૧૪: બાંગ્લાદેશમાં પૂર પ્રકોપ તથા ભૂસ્ખલનના કારણે પ૪ ના મોત થયા છે અને ૧૦ લાખ લોકો ફસાયા છે. દેશમાં કુદરતી આફતે તબાહી મચાવી છે. દક્ષિણપૂર્વ ભાગમાં ભારે વરસાદ-પૂર-ભુસ્ખલનથી વિનાશ વેરાયો છે. રોહિંગ્યા શરણાર્થી કેમ્પો ઉપર ભેખડો ધસી પડતા અનેક લોકો દબાયા છે.

બાંગ્લાદેશમાં સર્જાયેલી કુદરતી આફતે ભારે તબાહી મચાવી છે. દક્ષિણપૂર્વ બાંગ્લાદેશમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં પ૪ લોકોએ જીવી ગુમાવ્યા છે. આ આફતને કારણે કોકસ બજાર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર સૌથી વધારે નુકસાન રોહિગ્યા શરણાર્થી શિબિરોમાં થયુ છે. જો કે અતિવૃષ્ટિના કારણે થયેલા ભુસ્ખલનને કારણે અનેક લોકો જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમાં કેટલાક લોકો કાટમાળ નીચે દટાઈ જવાથી મોતને ભેટ્યા છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યારે પણ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશમાં વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા પ૪ લોકોના દુઃખદ મોત થયા છે. અધિકારીઓનું કહેવું છે કે, કોકસ બજારનો દરિયાકાંઠાનો જિલ્લો આ કુદરતી આફતથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. જ્યાં ગયા અઠવાડિયે રોહિગ્યા શરણાર્થી શિબિરોમાં ભૂસ્ખલનમાં બાળકો સહિત અનેક લોકો માર્યા ગયા હતાં.

બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયે સોમવારે ૧૩-જુલાઈના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં સતત ભારે પૂર અને વિનાશક ભુસ્ખલનને કારણે ઓછામાં ઓછા પ૪ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી હતી. આ કુદરતી આફતે સમગ્ર પ્રદેશમાં જનજીવન ખોરવી નાખ્યું છે અને ઘણા સમુદાયો સંપૂર્ણપણે કપાઈ ગયા છે. તેઓએ અહેવાલ આપ્યો છે કે, પૂરથી ઘણા વિસ્તારો ગંભીર રીતે પ્રભાવિત થયા છે. પરંતુ કોકસ બજારનો દરિયાકાંઠાનો જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે.

આ પ્રદેશમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, ઘણા ગામડાઓ હજુ પણ કમર સુધી પાણીમાં ડૂબેલા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં, પૂરનું સ્તર એટલું વધી ગયું છે કે, પાણી લોકોના ટીન-છાપવાળા ઘરોની છત સુધી પહોંચી ગયું છે, જેના કારણે લોકોને સલામત આશ્રયની શોધમાં ભાગી જવાની ફરજ પડી છે. આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વિનાશક પૂરને કારણે ૧૦ લાખથી વધુ લોકો વિવિધ સ્થળોએ ફસાયેલા છે.

પૂર પિડીતોએ અસંતોષ વ્યક્ત કર્યો છે અને ફરિયાદ કરી છે કે, વહીવટીતંત્ર તરફથી રાહત સહાય ખૂબ જ ધીમી ગતિએ પહોંચી રહી છે અને તેમની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ખૂબ જ અપૂરતી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh