Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪: કલ્યાણપુરના સુઈનેસ ગામમાં એક શખ્સના મકાનમાં રવિવારની રાત્રે એલસીબીએ દરોડો પાડતા તેને નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા છ શખ્સ ઝડપાઈ ગયા હતા. રોકડ, મોબાઈલ, વાહન મળી રૂ।.૨,૩૪,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
કલ્યાણપુર તાલુકાના સુઈનેસ ગામમાં એક શખ્સના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા એલસીબીના સ્ટાફે રવિવારની રાત્રે દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા સાજણભાઈ માણસુરભાઈ વલાણી નામના શખ્સના મકાનમાં તલાશી લેવાતા સાજણભાઈને નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા ખીમાભાઈ નારણભાઈ ચાવડા, ખીમાભાઈ રાણાભાઈ પારીયા, દેશુરભાઈ અરજણભાઈ ચાવડા, વિશાલ શાંતિલાલ દાવડા, શાંતિલાલ ઓધવજીભાઈ આરંભડીયા, અશોકભાઈ નાથાલાલ ઠાકર નામના છ મળી આવ્યા હતા.
એલસીબીએ પટમાંથી રૂ।.૫૪૨૦૦ રોકડા, છ મોબાઈલ, રૂ।.દોઢ લાખના વાહન મળી કુલ રૂ।.૨,૩૪,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને તમામ સાત સામે જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial