Advertisement
Author: નોબત સમાચાર

ઇન્ટરઆર્ક દ્વારા ગુજરાતના ખેડામાં અત્યાધુનિક ઉત્પાદન સુવિધાનું ઉદ્દઘાટન

                                                                                                                                                                                                      

ભારતના અગ્રણી ટર્નકી સ્ટીલ કન્સ્ટ્રક્શન સોલ્યુશન્સ પ્રદાતા કંપની ઇન્ટરઆર્ક બિલ્ડિંગ સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા આજે ગુજરાતના ખેડા ખાતે તેમની નવી ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે કંપનીના વિસ્તરણની આગેકૂચમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે અને તેનાથી સમગ્ર ભારતમાં તેમની હાજરી વધુ મજબૂત બની છે.  લગભગ ૧૨ એકરમાં ફેલાયેલી આ ઉત્પાદન સુવિધા વાર્ષિક ૪૦,૦૦૦ એમટી કુલ સ્થાપિત ક્ષમતાને ટેકો આપવા માટે ઇમારતો, રસ્તાઓ અને સપોર્ટ સિસ્ટમોને સામેલ કરીને ઉભું કરવામાં આવેલું સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આજે ઉદ્દઘાટન કરવામાં આવેલા પ્રથમ તબક્કામાં રૂ ૬૦ કરોડના રોકાણ સાથે વાર્ષિક ૨૦,૦૦૦ એમટી ઉત્પાદન ક્ષમતાનો ઉમેરો થશે. અદ્યતન ઓટોમેશન અને ચોકસાઇપૂર્ણ એન્જિનિયરિંગ સિસ્ટમોથી સજ્જ આ પ્લાન્ટ શ્રેષ્ઠ ગુણવત્તા, ઝડપી ટર્નઅરાઉન્ડ ટાઇમ અને ઉન્નત કાર્યક્ષમતા પૂરી પાડવા માટે રચાયેલો છે. બીજા તબક્કામાં બાકીની વાર્ષિક ૨૦,૦૦૦ એમટી ક્ષમતા ઉમેરવામાં આવશે, જેનાથી કુલ સ્થાપિત ક્ષમતા વાર્ષિક ૪૦,૦૦૦ એમટી થશે. બંને તબક્કા માટે સંયુક્ત રીતે આશરે રૂ ૭૦ કરોડનું રોકાણ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh