Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોર્મુઝમાં યુએઈના ર ટેન્કરો પર ઈરાનનો હૂમલો
નવી દિલ્હી તા. ૧૪: હોર્મુઝમાં ઈરાનના મિસાઈલ હૂમલામાં એક ભારતીયનું મોત થયું છે અને ૬ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે બે જહાજ તબાહ થયા છે.
હોર્મુઝની ખાડીમાં યુએઈના ર તેલ ટેન્કરો પર ઈરાને ક્રૂઝ મિસાઈલ હૂમલો કર્યો છે. આ હૂમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું છે. જ્યારે ૬ ભારતીય સહિત ૮ લોકો ઘાયલ થયા છે. ઓમાનના દરિયાઈ વિસ્તારમાં થયેલા આ હૂમલાથી મધ્ય-પૂર્વમાં તણાવ વધ્યો છે.
યુએઈએ આ કૃત્યને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જેની સીધી અસર વૈશ્વિક સમુદ્રી વ્યાપાર અને નિર્દોષ નાગરિકો પર પડી છે.
સંયુક્ત અરબ-અમીરાતના જે બે તેલ ટેન્કરો પર ક્રૂઝ મિસાઈલથી હૂમલો કરવામાં આવ્યો છે, આથી કમનસીબે એક ભારતીય ક્રૂ મેમ્બરે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી ગઈ છે, અને વૈશ્વિક બજારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સંયુક્ત અરબ-અમીરાતના સંરક્ષણ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી વિગતો અનુસાર યુએઈના બે ઓઈલ ટેન્કરો મોમ્બાસા અને એઆઈ બાહીગાહ ઓમાનના પ્રાદેશિક સમુદ્રમાં દક્ષિણી લેનમાંથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે તેમના પર ઈરાન તરફથી છોડવામાં આવેલી ક્રૂઝ મિસાઈલો ત્રાટકી હતી. આ હૂમલો એટલો ભયાનક હતો કે, મિસાઈલ વાગતાની સાથે જ બન્ને ટેન્કરોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને જહાજોને મોટું નુકસાન પહોંચ્યું હતું. જો કે, જહાજ પર હાજર ક્રૂ મેમ્બર્સની તાત્કાલિક સુઝબુઝ અને જહેમતને કારણે આગ પર કાબુ મેળવી શકાયો હતો. જેથી એક બહુ મોટી વૈશ્વિક સમુદ્રી હોનારત ટળી ગઈ હતી. આ આંતરરાષ્ટ્રીય સૈન્ય સંઘર્ષમાં ભારતીય ક્રૂ મેમ્બર્સ સૌથી વધુ ભોગ બન્યા છે.
હૂમલાનો ભોગ બનેલા જહાજ "મોમ્બાસા" પર ફરજ બજાવતા એક ભારતીય નાગરિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ ઉપરાંત કુલ ૮ ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા છે. જેમાંથી ૪ લોકોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ૮ ક્રૂ મેમ્બર્સમાં ૬ ભારતીય નાગરિકો અને ર યુક્રેનિયન નાગરિકો છે.
આ હૂમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન ગણાવતા યુએઈના સંરક્ષણ મંત્રાલયે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. યુએઈ કોઈપણ પ્રકારના સૈન્ય પડકારનો સામનો કરવા અને પ્રાદેશિક સ્થિરતાને નુકસાન પહોંચાડનારા તત્ત્વોને જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
બીજી તરફ બ્રિટનની યુનાઈટેડ કિંગડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ એજન્સીએ પણ અહેવાલ આપ્યો છે કે ઓમાન કલહાટથી ૪૦ નોટિકલ માઈલ દૂર વધુ એક અજ્ઞાત ટેન્કર પર હૂમલો થયો છે, જેના કારણે તેના એન્જિન રૂમને નુકસાન થયું છે. જો કે, આ જહાજના તમામ કર્મચારીઓ સુરક્ષિત હોવાના અહેવાલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial