Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ધી કોમર્શિયલ કો.ઓપ. બેંકની ખાસ સાધારણ સભા

બેંકના ઈન્ચાર્જ ચેરમેન બિપિનચંદ્ર વાધરના અધ્યક્ષસ્થાને યોજાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરની અગ્રણી સરકારી બેંક ધી કોમર્શિયલ કો.ઓપરેટીવ બેંકની ખાસ સાધારણ સભા બેંકના ઈન્ચાર્જ ચેરમેન બિપિનચંદ્ર વાધરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

બેંકના ડાયરેક્ટર સ્વ. ભારતીબેન પટેલ તથા વર્ષ દરમિયાન અવસાન પામેલ બેંકના સભાસદોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ખુશ્બુબેન ઠક્કરે સ્વાગત પ્રવચન કર્યું હતું.

બેંકના સિનિયર ડાયરેક્ટર વિજયભાઈ સંઘવી અને પ્રાસંગિક પ્રવચનમાં બેંકની પપ વર્ષની સફળ યાત્રાની વિગતો સાથે વર્ષ ર૦રપ-ર૬ ના ઉત્કૃષ્ટ પરિણામોની વિગતો જાહેર કરી હતી, જેમાં બેંકે તમામ જોગવાઈઓ બાદ કરતા રેકર્ડબ્રેક રૂ।. ૭રર લાખ .પરાંતનો ચોખ્ખો નફો કર્યો છે. બેંકનું રીઝર્વ રૂ।. ૭૮પ૦ લાખ, થાપણો રૂ।. ૪૧,૧ર૭ લાખ અને ધિરાણ રૂ।. રપ,પ૧૦ લાખ હોવાનું જણાવ્યું હતું.

બેંકના મેનેજરે ડાયરેક્ટરોની ચૂંટણીની વિગતો રજૂ કરી હતી. જેમાં પરાગભાઈ શાહની આગેવાની હેઠળ ૧પ સભ્યોની બિનહરિફ વરણી થઈ હતી. નવા ચેરમેન તરીકે પરાગભાઈ શાહ, વાઈસ ચેરમેન મિતેષભાઈ લાલ તથા તેમની ટીમને સૌએ અભિનંદન આપ્યા હતાં.

આ સભામાં ઈન્ચાર્જ ચેરમેન બિપિનચંદ્ર વાધર, મેનેજમેન્ટ કમિટીના ચેરમેન પરિમલભાઈ વાધરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. બેંકના સિનિયર સભાસદ ધીરજલાલ નાગડાએ બેંકની સેવાઓને બિરદાવી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. બેંકના નવા વરાયેલા સીઈઓ બિમલભાઈ પટેલે આભાર દર્શન કર્યું હતું, તેમજ ખાસ ઉપસ્થિત રહેલા ઉદ્યોગપતિ રમણિકભાઈ શાહનો આભાર માન્યો હતો. સંચાલન બિમલભાઈ પટેલ, અધિકારી જીતેન્દ્ર ખજૂરિયા, વિમલ દવેએ કર્યું હતું.

આ ખાસ સાધારણ સભામાં બેંકના સિનિયર ડાયરેક્ટર જીતેન્દ્રકુમાર એસ. શાહ, જયંતિભાઈ ચંદરિયા, કેતનકુમાર એન. માટલિયા, જમનાદાસભાઈ એસ. શિયાણી, મનિષભાઈ વી. ચોટાઈ, નીસાબેન પી. શાહ, અસ્મિતાબેન શાહ, કિશોરભાઈ દત્તાણી, પ્રો. ડાયરેક્ટર વિવેક એ. ગાંધી તથા ધવલ કે. શાહ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો ભાવીનભાઈ એસ. કામદાર, ખુશ્બુબેન આર. ઠક્કર અને જયંતિભાઈ ઝાખરિયા અને તુષારભાઈ વી. રામાણી ઉપસ્થિત રહ્યા હતાં. બેંકના ચેરમેન પ્રવિણભાઈ વી. ચોટાઈ વિદેશ ગયેલ હોય, જીતેન્દ્રકુમાર એચ. લાલ, વિઠ્ઠલભાઈ આર. માકડિયા, કે જેઓ ઉપસ્થિત રહી ન શકેલ તેઓએ શુભેચ્છા પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh