Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશિયલ મીડિયાથી સગીરાને પ્રેમજાળમાં ફસાવીઃ
જામનગર તા. ૧૪: ધ્રોલના એક શખ્સે અઢી વર્ષ પહેલાં સોળ વર્ષની એક સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફત પ્રેમજાળમાં ફસાવ્યા પછી તેણી પર દુષ્કર્મ ગુજારતા આ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. પોલીસે આરોપીની સુરતથી ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ ચાલી જતા અદાલતે આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને રૂ।.૧પ હજારનો દંડ ફટકાર્યાે છે.
ધ્રોલમાં વસવાટ કરતા બાબુ રાયમલભાઈ જખાણીયા (ઉ.વ.ર૧) નામના શખ્સે અઢી વર્ષ પહેલાં ઈન્સ્ટાગ્રામમાં એક સગીરાને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. તે સગીરાએ રીક્વેસ્ટ સ્વીકારતા બંને વચ્ચે વાતચીતનો દૌર શરૂ થયો હતો. ત્યારપછી બાબુ પરણેલો હોવા છતાં તેણે આ સગીરાને પ્રેમજાળમાં ફસાવી પોતાની સાથે નસાડી હતી.
આ સગીરાને રાજકોટ અને ત્યાંથી સુરત લઈ જઈ ઓરડો ભાડે રાખી બાબુએ તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તેથી આ સગીરા ગર્ભવતી બની હતી. તે દરમિયાન પોલીસમાં ફરિયાદ કરાતા ધ્રોલ પોલીસે શરૂ કરેલી તપાસમાં બાબુ રાયમલ જખાણીયા સુરતમાંથી ઝડપાઈ ગયો હતો. તેની તથા સગીરાની તબીબી ચકાસણી કરાવાતા ડીએનએ રિપોર્ટમાં સગીરાના ગર્ભમાં રહેલા બાળકનો બાયોલોજીકલ પિતા બાબુ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તમામ પુરાવા એકઠા કરી બાબુ જખાણીયા સામે ચાર્જશીટ કર્યું હતું.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો કોર્ટમાં ચાલવા પર આવતા અદાલત સમક્ષ નવ સાક્ષીની જુબાની તથા ૭ર દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. અદાલતે તેને માન્ય રાખી આરોપી બાબુ રાયમલ જખાણીયાને તક્સીરવાન ઠરાવી પોક્સો એક્ટની કલમ ૪ હેઠળ ૧૦ વર્ષની કેદ, રૂ।.૧૦ હજારનો દંડ, પોક્સો એક્ટની કલમ ૬ના ગુન્હામાં ૨૦ વર્ષની કેદ, રૂ।.પ હજારનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી તથા મૂળ ફરિયાદી તરફથી વકીલ મોહસીન ગોરી રોકાયા હતા. સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૂ।.૪ લાખ ચૂકવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial