Advertisement
Author: નોબત સમાચાર

સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા ન.પા. તંત્રને તાકીદે યોગ્ય કરવા કડક સૂચના

ખંભાળિયામાં ચોમેર ગંદકી-કચરા અંગે હવે...

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૪ફ ખંભાળિયા શહેરમાં કચરાના કોન્ટ્રાક્ટમાં લોચો થવાથી શહેરમાં ચોમેર ગંદકી અને કચરાનું સામ્રાજ્ય ફેલાયું છે. થોડા સમય અગાઉ રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય મૂળુભાઈ બેરાએ તંત્રને કડક શબ્દોમાં સૂચના આપી હતી. હવે સંસદસભ્ય પૂનમબેન માડમ સુધી ગંદકીના પ્રશ્નો રજૂ થતાં તેમણે પણ ન.પા. તંત્રને તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા કડક શબ્દોમાં સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો કોન્ટ્રાક્ટ બંધ થતાં તથા ગંદકી અને ઉકરડા જવી ખંભાળિયા જેવા જિલ્લાના વડા મથકમાં આવી સ્થિતિ હોય તાજેતરમાં ખંભાળિયા આવેલા સાંસદ પૂનમબેન માડમને વોર્ડ-૮ ના એક વિસ્તારમાં એક તબીબને ઘેર જતા તેમની શેરીઓમાં ગંદકી જોઈને તથા સિનિયર મહિલાઓ દ્વારા ગંદકી તથા કચરો ઉપાડવા ના આવતા પાલિકા તંત્રની ગંભીર ફરિયાદો કરતા કડક કાર્યવાહી માટેે જાણીતા સાંસદ પૂનમબેન માડમે તુરત જ તેમના નિવાસ સ્થાને ખંભાળિયા પાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓનો 'ક્લાસ' લઈને તાકીદે યોગ્ય કરવા સ્પષ્ટ ચેતવણી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh