Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉગ્ર આક્રોશ વચ્ચે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી
જામનગર તા. ૧૪: જામનગરના વિભાપર ગામની ૧ર વર્ષની સગીર વયની છોકરીના અપહરણ પ્રકરણમાં પોલીસ વિભાગની નિષ્ક્રિયતા સામે જિલ્લા લલિત સમાજ દ્વારા લાલબંગલા સર્કલમાં ધરણાંનો કાર્યક્રમ યોજી ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જામનગર શહેરના વિભાપરમાં તા. ૭-૭-ર૦ર૬ ના વિભાપરની ૧ર વર્ષની દલિત સગીર વયની છોકરીને ૪૦ વર્ષનો નરાધમ ઢગો બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયેલ હોય, અને જેની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હોય, પરંતુ આજે સાત સાત દિવસ થયેલ હોવા છતાં હજી સુધી પોલીસ ખાતા તરફથી આ સગીર વયની છોકરીનો પતો મેળવી શકેલ નથી કે આ નરાધમ આરોપીને પકડી શકેલ નથી.
આ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ.નો સંપર્ક કરવા તે રથ યાત્રાના બંદોબસ્તમાં છે તેમજ અન્ય પોલીસના સંપર્ક કરતા તે રાજ્યપાલના બંદોબસ્તમાં છે. આમ છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ ખાતા તરફથી કોઈ સરખો પ્રતિઉત્તર મળતો નથી અને પોલીસની ઢીલી નીતિ હોય તેવું લાગે છે, કારણ કે દલિત સમાજની છોકરી છે એટલે પોલીસને કોઈ રસ નથી. જો અન્ય કોઈપણ જ્ઞાતિની હોય તો પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે, પરંતુ આજે સાત દિવસ થયા આ દીકરીને બળાત્કાર કરીને મારી નાખી છે કે શું કરેલ છે તે અંગેે હજી સુધી પોલીસે કોઈપણ જાતની તપાસ કરેલ નથી. આ પ્રકરણમાં બીજા કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે પણ કોઈ કાર્યવાહી કરેલ નથી. આજે ટેકનોલોજીનો યુગ હોય અને પોલીસ ધારે તો આરોપીને ગમે ત્યાંથી પકડી શકે તેમ છે, પરંતુ એનકેન પ્રકારણે પોલીસ તપાસમાં ઢીલી નીતિ રાખે છે. બેદરકારી રાખે છે અને આજે સાત સાત દિવસથી ૧ર વર્ષની છોકરીનું શું થયું તેનો કોઈ અતોપતો છે નહિં અને કોઈ તપાસ નથી જે ખૂબ જ ગંભીર બાબત છે.
જેથી તાત્કાલિક ધોરણે આ ૧ર વર્ષની છોકરીને શોધી આપવા અને આરોપીની ધરપકડ કરવા જો પોલીસ કોઈ કાર્યવાહી નહિં કરે અને છોકરી સાથે કોઈપણ બનાવ બનશે તો તેમાં પોલીસ ખાતું અને સરકાર જવાબદાર રહેશે.આ ધરણાં પ્રદર્શનના કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી ડો. દિનેશભાઈ પરમાર, આનંદ ગોહિલ, દિલીપ રાઠોડ, જીતુ ચાવડા, વિપુલ ઘવડ, દેવરાજભાઈ ગોહિલ, એન.વી. ગોહિલ (એડવોકેટ) તથા જામનગર જિલ્લા દલિત સમાજના આગેવાનો અને દલિતો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial