Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકોમાં નવ હજારથી વધુ વૃદ્ધો, હાર્ટ અને શ્વાસની બીમારી વધીઃ કલાઈમેટ ચેઈન્જ જવાબદારઃ તીવ્ર ગરમીથી હાહાકારઃ ગ્લોબલ વોર્મીંગથી ૪૨% મૃત્યુદર
બ્રસેલ્સ તા. ૧૪: યુરોપ ખંડમાં ગરમીએ કાળો કહેર વર્તાવ્યો છે અને માત્ર સાત દિવસમાં ૧૦,૬૫૦ લોકોના મોતથી ભારે હાહાકાર મચ્યો છે. કલાઈમેટ ચેન્જને કારણે હીટવેવની તીવ્રતામાં ધરખમ વધારો થયો છે. મૃતકોમાં ૬૫ વર્ષથી વધુ વયના ૯,૦૦૦થી વધુ વયોવૃદ્ધોનો સમાવેશ થાય છે. આ રેકોર્ડબ્રેક હીટવેવમાં ૨૭ દેશો સપડાયા છે.
યુરોપ ખંડ હાલમાં છેલ્લા કેટલાય દાયકાના સૌથી ભીષણ અને રેકોર્ડબ્રેક હીટવેવની અસહૃા ઝપેટમાં આવી ગયો છે. જૂન મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન પશ્ચિમ યુરોપના દેશોમાં ફેલાયેલી આ અતિશય ગરમીએ માનવ જીવન પર ભારે વિનાશ વેર્યો છે.
તાજેતરમાં જાહેર થયેલા અધિકૃત મૃત્યુના આંકડાઓ મુજબ, ૨૨ જૂનથી ૨૮ જૂન દરમિયાનના માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં યુરોપના ૨૭ દેશોમાં ૧૦,૬૫૦થી વધુ વધારાના (એકસેસ) મૃત્યુ નોંધાયા છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ઈસીડીસી) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) દ્વારા સમર્થિત મોનિટરિંગ નેટવર્ક 'યુરોમોમો' ના ડેટામાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગરમીના કારણે મૃત્યુ પામેલા લોકોમાં ૯,૦૦૦થી વધુ વ્યક્તિઓ ૬૫ વર્ષ કે તેથી વધુ વયના વયોવૃદ્ધો છે. અતિશય ગરમીને કારણે હીટસ્ટ્રોક, હ્ય્દયરોગ અને શ્વસનતંત્રની બીમારીઓમાં એકાએક વધારો થતાં આ મૃત્યુઆંક નોંધાયો છે.
વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોના મતે, આ ભયાનક સ્થિતિ માટે માનવસર્જિત આબોહવા પરિવર્તન (કલાઈમેટ ચેન્જ) જવાબદાર છે. ઈમ્પીરીયલ કોલેજ લંડન, યુકે મેટ ઓફિસ અને લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના સંશોધકોએ જણાવ્યું હતું કે, આ પ્રકારનો હીટવેવ ક્લાઈમેટ ચેન્જ વગર લગભગ અશક્ય હતો. અભ્યાસમાં એવું પણ તારણ નીકળ્યું છે કે જૂન મહિનામાં નોંધાયેલા આ મૃત્યુ પૈકી ૪૨% મૃત્યુ માત્ર ગ્લોબલ વોર્મિંગને કારણે વધેલી ગરમીને આભારી છે. સંશોધકોએ સ્પષ્ટતા કરી છે કે આ સમયગાળામાં મૃત્યુદરમાં થયેલા અસાધારણ વધારા પાછળ કોવિડ-૧૯ જેવું અન્ય કોઈ મોટું રોગચાળાનું પરિબળ જવાબદાર નથી.
સામાન્ય રીતે જે દેશોમાં આ મૃત્યુ નોંધાયા છે, ત્યાં ગત આઠ અઠવાડિયા સુધી મૃત્યુઆંક સરેરાશ કરતા ઓછો હતો, પરંતુ હીટવેવના પીક સમય દરમિયાન આંકડામાં ધરખમ ઉછાળો જોવા મળ્યો હતો. યુરોપના અનેક દેશોમાં ગરમીએ માઝા મૂકી છે, જેમાં ફ્રાન્સ અને બેલ્જિયમમાં અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ 'વેરી હાઈ એક્સેસ' મૃત્યુદર નોંધાયો છે.
આ ઉપરાંત સ્પેન અને બ્રિટનમાં પણ સ્થિતિ અત્યંત ગંભીર રહી છે. નિષ્ણાતોના મતે, જેમ જેમ ડેટા એકત્રિત કરવામાં આવશે, તેમ મૃત્યુઆંકમાં હજુ પણ ફેરફાર કે વધારો થઈ શકે છે. યુરોપમાં ઉનાળાની શરૂઆતમાં જ સર્જાયેલી આ કુદરતી આફતે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય વ્યવસ્થા સામે પણ મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. અને આખી દુનિયા ચિન્તાના વમળમાં ડૂબી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial