Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝ૫ાટાબંધ રીતે ફૂંકાતા તેજીલા વાયરાઓ વચ્ચે
જામનગર તા. ૧૪: જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે છેલ્લા ચોવિસ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો વધુ અડધો ડિગ્રી ઊંચકાયો ને ૩૭.પ ડિગ્રીએ પહોંચી ગયો હતો. વાદળોના આંટાફેરાના પગલે જમીન પર ક્યારેક તડકો તો ક્યારેક છાંયડો જોવા મળ્યો હતો.
જામનગરમાં એક તરફ ઝપાટાબંધ રીતે તિવ્ર ગતિએ પવન ફૂંકાય રહ્યો છે, તો બીજી તરફ તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. ધાબળીયા વાતાવરણ વચ્ચે ગત ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો વધુ અડધો ડિગ્રી ઊંચકાયોને મહત્તમ તાપમાન ૩૭.પ ડિગ્રીએ પહોંચી ગયું હતું. તેમજ આંશિક વધીને લઘુત્તમ તાપમાન ર૮.૪ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ખાસ કરીને બપોરે ગરમી અનુભવાઈ હતી. વાદળોના આંટાફેરા યથાવત રહેતા ધરતી પર ક્યારેક છાંયડો જોવા મળ્યો હતો. જામનગરમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ કોઈ વધારા કે ઘટાડા વગર ૭૩ ટકાએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે વાતાવરણમાં એકંદરે ઠંડક રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial