Advertisement
Author: નોબત સમાચાર

બાઈક પર સ્ટંટ કરતા સલાયાના ચાર શખ્સને ટ્રાફિક શાખાએ દબોચી લીધા

સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વીડિયોઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૪: સલાયા વિસ્તારમાં રહેતા ચાર શખ્સે બાઈક પર ફિલ્મી ઢબે સ્ટંટ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી પોલીસે ચારેયને દબોચી લઈ બાઈક ડીટેઈન કર્યા છે.

ખંભાળિયા નજીકના સલાયા વિસ્તારમાં વસવાટ કરતા ચાર બાઈકસવારોએ ફિલ્મી ઢબે સ્ટંટ કરી રેસ લગાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં તાજેતરમાં વાયરલ થયો હતો.

તે વીડિયો પોલીસ સુધી પહોંચ્યા પછી દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઈ જે.બી. જાડેજા તથા સ્ટાફે સ્ટંટ કરતા આ શખ્સોને પકડી પાડવા જહેમત આદરી હતી. જેમાં ચારેય શખ્સ ઝડપાઈ ગયા છે. તેઓના બાઈક કબજે કરી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh