Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીડિયા-રેલવેના જાણકારોથી દૂરી
જામનગર તા. ર૦: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તા. રર-૧૧-ર૦રપ ના જામનગર આવી રહ્યા છે. તેઓ અહિંના રેલવે સ્ટેશનમાં ઈન્સ્પેક્શન કરનાર છે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા આજ તા. ર૦ ના મુંબઈ (બાન્દ્રા) થી રવાના થતી હમસફર ટ્રેન મારફત રવાના થશે અને માર્ગમાં વિન્ડો ઈન્સ્પેક્શન કરશે, અને અમદાવાદમાં રોકાણ કરશે, અને અમદાવાદથી સૌરાષ્ટ્ર જનતા ટ્રેન મારફત રાજકોટ આવશે, અને ત્યાંથી તા. રર ના જામનગર આવશે અને તા. રર ના રાત્રે બિલાસપર ટ્રેન મારફત અમદાવાદ અને ત્યાંથી મુંબઈ જવા રવાના થશે.
જો કે, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સમયાંતરે રેલવેના ઈન્સ્પેકશન માટે આવતા રહે છે, પરંતુ તેઓનો કાર્યક્રમ ફક્ત રેલવે પરનો સિમીત રાખવામાં આવ્યો છે, પણ અખબાર મારફત યાદી પ્રસિદ્ધ કરી મીડિયા કે જાણકાર મુસાફરો સાથે મુલાકાત કરવાની તસ્દી લેવામાં આવતી નથી.
ખાસ કરીને હાપા સુધી આવતી ટ્રેન જામનગર સુધી લંબાવવા, વોશલાઈન અને મેન્ટનન્સ માટે જામનગરમાં ફાજલ રહેલી રેલવેની જમીનનો ઉપયોગ કરવો રાજકોટ-કાનાલૂસ વચ્ચે દોહરીકરણ ક્યારે પૂર્ણ થશે? તેવી બાબતોની ચર્ચા કરવી જોઈએ તેમ જામનગર રિજિયોનલ પેસેન્જર એસોસિએશનના માનદ્મંત્રી ચંદ્રવદન પંડ્યાએ જણાવ્યું છે.
આ માટે જી.એમ. સ્થાનિક પત્રકારો સાથેની મુલાકાત કરવાનું ટાળે છે? શું તેમને સ્થાનિક પ્રશ્નો જાણવા અને તેના ઉકેલ માટે રસ નથી? આવા અનેક સવાલો ઊઠી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial