Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં ભવ્ય સાંસ્કૃતિક હોલનું કરાયુ લોકાર્પણઃ સ્નેહમિલન

મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ હંમેશાં સેવાકાર્યમાં અગ્રેસરઃ ધારાસભ્ય દિવ્યેશ અકબરી

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૯: જામનગરમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ અને યુવા સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા હંમેશા જ્ઞાતિ અને આ વિસ્તારના લોકો માટે સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેનો હું સાક્ષી છું, ભુતકાળમાં જયારે આ વાડીમાં કંઈ ન હતું ત્યારે ધીરે ધીરે જ્ઞાતિજનો દ્વારા સગવડતા વધારવામાં આવી અને ખાસ કરીને પ્રોજેકટ ડાયરેકટર હિરેન ત્રિવેદી દ્વારા વિવિધ પ્રોજેકટ મુર્તીમંત કરીને ફકત જ્ઞાતિની વાડીનો જ નહીં, આ વિસ્તારમાં લોકોની સુવિધા માટે પણ સતત રજુઆત કરી છે, જેની અમે નોંધ લઇને આગામી દિવસોમાં રિલાયન્સ પમ્પના ઢાળીયાથી જ્ઞાતિની વાડીની આગળના ભાગ સુધી રૂપિયા. ૮૫ લાખના ખર્ચે સીસી રોડ મંજુર કર્યો છે, અમે સૌ પદાધિકારીઓએ અલગ અલગ અનુદાનમાંથી આ રકમ ફાળવી છે ત્યારે આગામી દિવસોમાં વાડીની મઘ્યમાં આવેલ હોલમાં એસી હોલ બનાવવા માટે રૂપિયા ૫ લાખનું ફરીથી હું અનુદાન આપુ છું . તેમ ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ સાંસ્કૃતીક હોલના લોકાર્પણ વિધિમાં જણાવ્યુ હતું.

તેમણે કહયું હતું કે આપ સૌના આશીર્વાદથી હું કુપોષીત બાળકોને દત્તક લઉં છું, બ્લડ ડોનેશન તેમજ દિવાળીના દિવસોમાં ગરીબ વિસ્તારોમાં મીઠાઇ અને ફટાકડા પણ વેચુ છું, ત્યારે આપ સૌના આશીર્વાદ છે કે તમે એવી પ્રાર્થના કરો કે  આગામી દિવસોમાં હું વધુ સેવાકીય કામ કરીશ, કાર્યક્રમમાં સન્માનના પ્રત્યુતરમાં ડે. મેયરે જણાવ્યુ હતું કે મેં મારા વોર્ડમાં સાંસ્કૃતિક હોલ માટે રૂપિયા ૧૦ લાખની રકમ ફાળવી હતી ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીએ પણ રૂપિયા  પાંચ લાખની રકમ ફાળવી હતી. જેને લીધે આ સરસ હોલ તૈયાર થયો છે અને હું મારા સન્માન બદલ તમામ જ્ઞાતિજનોનો આભાર માનુ છું.

ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે સેવાકીય પ્રોજેકટમાં જ્ઞાતિજનો આવતા હોય છે, ખાસ કરીને આ પ્રોજેકટના ડાયરેકટર અવાર નવાર રજુઆત કરે છે અને જ્ઞાતિ માટે સારા પ્રયાસ કરે છે, ભવિષ્યમાં પણ તેઓ સર્વાંગી વિકાસ થાય અને જ્ઞાતિ અગ્રેસર થાય તેવા પ્રોજેકટ કરશે અમારા તરફથી પણ અમે સારા કામોમાં ચોકકસ મદદ કરીશું, ભાજપના પુર્વ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરાએ યુવા સોશ્યલ ગ્રુપની કામગીરીને બિરદાવીને જણાવ્યું હતું કે, પત્રકાર અને પ્રોજેકટ ડાયરેકટર અમારા મિત્ર છે અને તેઓ જ્ઞાતિની સેવા માટે કામ કરે છે તેનું અમને પણ ગર્વ છે, ભવિષ્યમાં પણ તેઓ સારા કામ કરે તેવી અમારી શુભેચ્છા છે, આ કાર્યક્રમમાં યુવા સોશ્યલ ગ્રુપના તમામ સભ્યોએ તલવાર અર્પણ કરી, સાલ ઓઢાડી ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ ડે. મેયર ક્રિષ્નાબેન સોઢાનું મહિલા પાંખના સભ્યોએ તલવાર અને સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્ઞાતિના ટ્રસ્ટી અને પ્રોજેકટ ડાયરેકટર હિરેન ત્રિવેદીએ કર્યુ હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ચેતનભાઇ ત્રિવેદી, પ્રીતીબેન ત્રિવેદી તથા અભ્યુદય મંડળ, યુવા સોશ્યલ ગ્રુપ જામનગર અને મહિલા પાંખના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમમાં મનિષ કટારીયા, પૂર્વ ટ્રસ્ટી રમણીકભાઇ ત્રિવેદી, મહિલા પાંખના પ્રમુખ કીર્તિબેન ત્રિવેદી, યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ ચેતનભાઇ ત્રિવેદી, દાતા પરિવારના પંકજભાઇ જોશી, ડો. દિનેશભાઇ ત્રિવેદી, પુર્વ મેયર અમીબેન પરીખ, પુર્વ ચેરમેન સુભાષભાઇ જોશી, અભ્યુદય મંડળના પરશુરામભાઇ ત્રિવેદી, કિશોરભાઇ ત્રિવેદી, મોહનભાઇ ત્રિવેદી, ઉર્મીબેન ત્રિવેદી સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા, જયારે નરેન્દ્રભાઇ જાની પરિવાર તરફથી સ્નેહમિલનના આ કાર્યક્રમમાં ભોજન ખર્ચના રૂપિયા ૯૦ હજારનું માતબર દાન કર્યુ હતું. જ્ઞાતિના ટ્રસ્ટી ઉમેદભાઇ જાની, પુર્વ પ્રમુખ રાજેશભાઇ ત્રિવેદી, મંત્રી જીતેનભાઇ ઉપાઘ્યાય, કિરીટભાઇ ત્રિવેદી, ખજાનચી મહેશભાઇ ત્રિવેદી, એમ.પી. ત્રિવેદી, વસંતભાઇ ત્રિવેદી સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા બિપીન ત્રિવેદી, સંદીપ ત્રિવેદી, અશોક ત્રિવેદી, ખુશાલ ત્રિવેદી, દિપ ત્રિવેદી, કલ્યાણી ત્રિવેદી, જાગૃત્તીબેન ત્રિવેદી, જયોતીબેન ત્રિવેદી, ધારીનીબેન ત્રિવેદી, પરેશભાઇ ત્રિવેદી, પરેશભાઇ ત્રવાડી, મનિષ ત્રિવેદી, હિતેશ ત્રિવેદી, અજય ત્રિવેદી વિગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી, જયાનંદભાઇ સવજી પરિવારના સ્વ. દિનકરરાય, સ્વ. મનસુખભાઇ, સ્વ. પ્રતાપભાઇ તથા મોહનલાલ જયાનંદભાઇ ત્રિવેદીભાઇ તરફથી રૂપિયા ૪૫ હજારનું એસી સાંસ્કૃતિક હોલ માટે દાન આપવાની જાહેરાત કરી હતી. મોડી સાંજ સુધી સંગીતના જલસા 'કરાઓકે' કાર્યક્રમમાં જ્ઞાતિજનોએ સુમધુર સંગીતની મોજ માણી હતી, ત્યારબાદ ભોજનની મોજ માણી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh