Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફ્લાય ઓવરને જામરણજીતસિંહનું નામકરણ કરવા રજૂઆત
જામનગર તા. ર૦: જામનગરમાં અંદાજે સવા બસ્સો કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફલાય ઓવર બ્રિજ તૈયાર થઈ ગયો છે.
આ નવા ફલાય ઓવરનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરવાની જાહેરાત થયા પછી મુલતવી રહ્યું છે અને નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.
જામનગરમાં અતિ વ્યસ્ત એવા હાલારહાઉસ / સુભાષબ્રિજથી સાત રસ્તા સુધીના ઈંદિરા માર્ગ ઉપર ર૪ કલાક સતત વાહનોની અતિ વ્યસ્ત અવરજવર રહે છે. અંબર ચોકડી, ગુરૂદ્વારા ચોકડી તથા સાતરસ્તા સર્કલ પાસે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યાના કારણે લોકો ભારે પરેશાની ભોગવી રહ્યાં છે, ત્યારે પ્રજાને રાહત થાય તેવો ફલાય ઓવર તૈયાર થઈ ગયો હોવા છતાં પ્રજાની સુવિધા માટે તેનું લોકાર્પણ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
આ સંજોગોમાં શહેર કોંગ્રેસ પ્રમુખે મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી તા. ૩૦મી નવેમ્બર-ર૦રપ પહેલા આ ફલાય ઓવરને પ્રજા માટે ખૂલ્લો મૂકવા રજૂઆત કરી છે.
જો તંત્ર દ્વારા તા. ૩૦-નવેમ્બર પહેલા ફલાય ઓવર ખૂલ્લો નહીં મૂકાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા આમ જનતાને સાથે રાખીને જનતા દ્વારા જ તેનું લોકાર્પણ તા. ૩૦મી નવેમ્બરે કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત જામનગર શહેરની રોનક અને ગૌરવ એવા નવા ફલાય ઓવરને પૂર્વ રાજવી જામરણજીતસિંહજીનું નામકરણ કરવા પણ તેમણે માંગણી કરી છે.
ફલાય ઓવરના ઉદ્ઘાટનની જાહેરાત થયા પછી તેને લાઈટીંગથી શણગારવામાં આવ્યો છે. હવે તેમાં કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર વ્હેલી તકે તેનું પ્રજાની સુવિધા માટે લોકાર્પણ કરવા શહેરકોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial