Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૩,૮૮,૪૦૦ના મુદ્દામાલ સાથે પાંચ શખ્સની અટકાયતઃ ચારના નામ ખૂલ્યાઃ
જામનગર તા. ૨૦: જામનગરના ગુલાબનગર નજીક વિભાપરમાં એલસીબીએ દરોડો પાડી બે શખ્સને ઈંગ્લીશ દારૂની નાની મોટી ૩૯૧ બોટલ સાથે પકડી પાડ્યા છે. કુલ રૂ.૨૦૩૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. બીજો દરોડો નાઘેડી ગામમાં એલસીબીએ કરી ત્યાંથી એક શખ્સને મોટરમાંથી ૨૩ બોટલ સાથે દબોચી લીધો છે. રૂ.૧,૩૪,૯૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. સુભાષબ્રિજ પરથી એક શખ્સ ઈંગ્લીશ દારૂની નાની મોટી ૯૬ બોટલ સાથે ઝડપાઈ ગયો છે અને જનતા ફાટક પાસેથી એક શખ્સ છ બોટલ સાથે મળી આવ્યો છે.
જામનગરના ગુલાબનગર નજીક આવેલા વિભાપર ગામમાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના હિતેન્દ્રસિંહ, મયુરસિંહ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી પીએસઆઈ સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફે ગઈકાલે સાંજે વિભાપરમાં આવેલી મધુરમ સોસાયટી સ્થિત રઘુ વાકાભાઈ પરમાર તથા જયદેવસિંહ શિવુભા જાડેજા નામના શખ્સોના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની મોટી ૧૦૧ બોટલ તથા નાની ૨૮૦ બોટલ મળી આવી હતી. કુલ રૂ.૧,૯૩,૭૦૦નો દારૂનો જથ્થો અને બે મોબાઈલ કબજે કરી રઘુ પરમાર તથા જયદેવસિંહ જાડેજાની અટકાયત કરી છે. આ શખ્સોએ પોતાના સાગરિત નાઘેડીના રામભાઈ ભરવાડ તથા રામભાઈ મેરના નામ આપ્યા છે.
ત્યારપછી સ્ટાફના હિતેન્દ્રસિંહ, મયુરસિંહ, ઋષિરાજસિંહને મળેલી બાતમીના આધારે એલસીબી સ્ટાફે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામમાં નવાપરામાં રામ જીવાભાઈ મોઢવાડીયા ઉર્ફે રામકા મેરની ફ્રન્ટી મોટર પકડી પાડી હતી. જીજે-૧૦-એફ ૫૯૩૦ નંબરની આ મોટરની તલાશી લેવાતા તેમાંથી ઈંગ્લીશ દારૂની ૨૩ બોટલ મળી આવી હતી. એલસીબીએ દારૂનો જથ્થો, એક મોબાઈલ, રૂ.૧ લાખની મોટર મળી કુલ રૂ.૧,૩૪,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી રામકાની પૂછપરછ કરતા તેણે આ જથ્થો નાઘેડીના રામ ભરવાડ પાસેથી લીધાની કબૂલાત આપી છે.
જામનગરના રણજીતનગર વિસ્તારથી આગળ આવેલા જનતાફાટક પાસેથી ગઈકાલે બપોરે સિટી સી ડિવિઝનના સ્ટાફે સુભાષ શાક માર્કેટ નજીકના કોળીવાસમાં રહેતા વિશાલ મનસુખભાઈ સકેસરીયા નામના શખ્સને દબોચી લઈ તલાશી લેતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની છ બોટલ મળી આવી હતી.
જામનગરના સુભાષબ્રિજ પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં નવાગામ ઘેડમાં ગાયત્રી ચોકમાં રહેતા સુનિલ અરવિંદભાઈ ઝાલા નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે રોકી લઈ તલાશી લીધી હતી. જેમાં આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂના ૭૮ ચપલા તેમજ ઈંગ્લીશ દારૂની ૧૮ મોટી બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.૪૬,૮૦૦નો દારૂનો જથ્થો કબજે કરી સુનિલ ઝાલાની ધરપકડ કરી છે. આ શખ્સે પોતાના સાગરિત સ્વામી નારાયણનગરવાળા હીરેન ચુડાસમાનું નામ આપ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial