Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાને ગમછો લહેરાવ્યોઃ રાજનાથસિંહ-અમિત શાહ-નડ્ડા-ગુજરાત સહિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રિય મંત્રીઓ હાજરઃ સ્પીકરપદ ભાજપને ફાળે
પટણા તા. ર૦: આજે બિહારમાં નીતિશ કુમારે ૧૦ મી વખત સીએમ પદના શપથ લીધા છે. વડાપ્રધાન મોદીએ ગમછો લહેરાવીને લોકોનું અભિવાદન કર્યું હતું. સમ્રાટ ચૌધરી સહિત ર૬ મંત્રીઓએ શપથ લીધા હતાં.
આજે નીતિશ કૃમારે ૧૦ મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. ગાંધી મેદાનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત અનેક વરિષ્ઠ ભાજપ નેતાઓ હાજર રહ્યા હતાં.
સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતાં. તેના સહિત ર૬ મંત્રીઓએ પણ શપથ લીધા હતાં. તેમાં ભાજપના ક્વોટામાંથી ૧૪, જેડીયુમાંથી ૮, એલજેપી (આર) માંથી ર, એચએએમમાંથી ૧ અને કુશવાહાની પાર્ટીમાંથી ૧ મંત્રીનો સમાવેશ થાય છે. આ મંત્રીમંડળમાં એક મુસ્લિમ ચહેરો સામેલ છે. જેડીયુએ જમા ખાનને ફરીથી મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.
શપથ ગ્રહણ પછી પીએમ મોદીએ મંચ પરથી ગમછો લહેરાવીને લોકોનું અભિવાદન કર્યું. હરિયાણા, આસામ, ગુજરાત, મેઘાલય, ઉત્તરપ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી. સ્ટેજ પર ચિરાગ પાસવાને માંઝી અને જેપી નડ્ડાને પગે લાગીને આશીર્વાદ લીધા હતાં.
આ વખતે નીતિશના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. રામકૃપાલ યાદવ અને શ્રેયસી સિંહને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. ચિરાગની પાર્ટીના બે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં સંજયસિંહનો પણ સમાવેશ થાય છે. સંજયસિંહે મહુઆથી ચૂંટણી જીતી, લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપને હરાવ્યા હતાં.
બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતાં. પીએમ મોદી પટના એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ગાંધી મેદાન પહોંચ્યા હતાં. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. ગાંધી મેદાનની સુરક્ષા એસપીજીના હાથમાં હતી.
હરિયાણા, આસામ, ગુજરાત, મેઘાલય, ઉત્તરપ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ પટના પહોંચ્યા હતાં. સવારે શપથ પહેલા નીતિશ કુમાર હોટેલ મૌર્ય ગયા હતાં. અહીં તેઓ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા પછી ગાંધી મેદાન પહોંચ્યા હતાં.
આ મંત્રીમંડળમાં સમ્રાટ ચૌધરી, વિજય કમાર સિંહા, વિજય કુમાર ચૌધરી, વિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર, મંગલ પાંડે, ડો. દિલીપ જયસ્વાલ, અશોક ચૌધરી, લેસી સિંહ, મદન સાહની, નીતિન નવીન, રામકૃપાલ યાદવ, સંતોષ કુમાર સુમન, સુનિલ કુમાર, મો. જામા ખાન, સંજયસિંહ 'ટાઈગર', અરૂણશંકર પ્રસાદ, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, રમા નિષાદ, લખેન્દ્ર કુમાર રોશન, શ્રેયસી સિંહ, ડો. પ્રમોદ કુમાર, સંજય કુમાર, સંજય સિંહ, દીપક પ્રકાશનો સમાવેશ થાય છે.
આ પહેલા એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા પછી મુખ્યમંત્રી નીતિશ કુમારે બુધવારે રાજભવનમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રાજકીય ઉથલપાથલ વચ્ચે જેડીયુ અને બીજેપી વિધાનસભા પક્ષોની બુધવારે બેઠક મળી હતી. નીતિશ કુમાર જેડીયુ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતાં. દરમિયાન સમ્રાટ ચૌધરીને બીજેપી વિધાનસભા પક્ષના નેતા તરીકે અને વિજય કુમાર સિંહાને ઉપનેતા તરીકે પુષ્ટિ આપવામાં આવી.
ઉલ્લેખનિય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ કુલ ર૦ર બેઠક જીતી. બીજેપીએ ૮૯ બેઠકો જીતી. નીતિશ કુમારની જનતા દળ ૮પ બેઠક સાથે બીજા ક્રમે રહી. ચિરાગ પાસવાનનો લોક જનશક્તિ (આર) ૧૯ બેઠકો જીતીને એનડીઅમાં ત્રીજો સૌથી મોટો પણ અને બિહારમાં ચોથો સોથી મોટો પક્ષ બન્યો. હિન્દુસ્તાની અવમ મોરચાએ પાંચ બેઠકો જીતી અને રાષ્ટ્રીય લોક મોરચાએ ચાર બેઠકો જીતી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial