Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના આંગણે યોજાયોઃ
જામનગર તા. ૨૦: જામનગર શહેર સિપાહી સમાજ દ્વારા ધીરુભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ હોલ, જામનગરમાં રાજ્ય કક્ષાનો વિદ્યાર્થી સન્માન અને ભવ્ય એવોર્ડ અભિવાદન સમારંભ યોજાયો હતો. રાજ્યભરના ૧૫૦ થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મંચ પર સન્માનિત કરી તેમના ભાવિ સફળતાની શુભેચ્છા આપવામાં આવી હતી. સાથે જ સમાજની સેવા માટે જીવન સમર્પિત કરનાર વડીલોને *સિપાહી રત્ન એવોર્ડ* અને સમાજને વિવિધ ક્ષેત્રમાં ગૌરવ અપાવનાર વડીલો, બહેનો અને યુવાનોને *સિપાહી ગૌરવ એવોર્ડ*થી નવાજવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું માર્ગદર્શન જર્નાલિસ્ટ અને અખિલ ગુજરાત સિપાહી સમાજના ટ્રસ્ટી જનાબ હનીફ ખોખરે સંભાળ્યું હતું. સમારંભનું ઉદઘાટન મનપા ના કોર્પોરેટર અને સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અલ્તાફભાઈ ખફી એ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જનાબ યુસુફભાઈ પરમાર (મુંબઈ), જનાબ ડો. અલ્તાફભાઈ રાઠોડ (પોરબંદર), જનાબ મોઝમખાન પઠાણ (ઓએનજીસી, મહેસાણા), જનાબ અબ્દુલ કાદર ચૌહાણ (રાજકોટ), જનાબ મંજૂરભાઈ કુરેશી (વેપારી તથા દાતા), જનાબ ઝાહિદ ફૈઝ ખોખર (એસબીઆઈ, અમદાવાદ) અને અશોકભાઈ જોશી (જામનગર) સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા. આ ઉપરાંત જુદા જુદા જિલ્લાઓમાંથી પધારેલા આગેવાનો સુહૈલ અહેમદ સિદ્દીકી (જૂનાગઢ), રૂસ્તમભાઈ રાઠોડ (સુરત), રેહાનખાનજી બાબી (જૂનાગઢ), યુનુસભાઈ ચૌહાણ (ધોરાજી), ઇમ્તિયાઝભાઈ સુલેમાનભાઈ રાઠોડ (પોરબંદર), શબ્બીરભાઈ કુરેશી (રાજકોટ), રાજુભાઈ ચૌહાણ (વેરાવળ), ઇમરાનભાઈ ચૌહાણ (સુરેન્દ્રનગર) અને સાદીકભાઈ ખોખર (સુરેન્દ્રનગર) ઉપસ્થિત રહૃાા. મહિલા આગેવાનોમાં મોહતરમા રઝીયાબાનુ લોહાની (સુરત) તથા મોહતરમા રીઝવનાબેન ચૌહાણ (વેરાવળ) હાજર રહૃાા હતા.
જામનગરના આગેવાનો જનાબ ગુલામ દસ્તગીર શેખ (સેક્રેટરી, જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ), જનાબ મહમદ હુસેનભાઈ કાજી (પ્રમુખ, આગાઝ ફાઉન્ડેશન), જનાબ નિઝામભાઈ સફિયા (ઉપપ્રમુખ, આગાઝ ફાઉન્ડેશન), જનાબ ડો. ખાલિદ કુરેશી, જનાબ ડો. રઉફભાઈ કુરેશી (ગાયનેકોલોજિસ્ટ), જનાબ એડવોકેટ શાહબુદ્દીન શેખ (રિટાયર્ડ પીએસઆઈ) આસિફભાઈ સમા, જનાબ, ડો. ખાલિદ કુરેશી, જનાબ, આસિફભાઇ સમા - (શિક્ષક), અજુભાઈ ચૌહાણ (પોરબંદર), ઇમ્તિયાઝખાન પઠાણ (કોર્પોરેટર જામ ખંભાળિયા), રાશિદભાઈ ચાકી (શિક્ષક), મોહસીનભાઈ ખફી, બિમલભાઈ ઓઝા, ઉપસ્થિત રહૃાા હતા.
સિપાહી સમાજ ની સેવા કરનાર મર્હુમ વડીલોના પરિવારને મરણોત્તર સિપાહી રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં મર્હુમ બુઢુભાઈ શાહભાઈ ખોખર (કુતિયાણા), મર્હુમ ફરીદભાઈ શાહભાઈ ખોખર (કુતિયાણા) અને મર્હુમ સુલેમાનભાઈ (સીલાભાઈ) હાજી હસનભાઈ રાઠોડ (પોરબંદર)ના પરિવારનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે હનીફભાઇ ખોખર સિપાહી જોડો મહાભિયાન ને આગળ વધારવા આહવાન કર્યું હતું. ઉદઘાટક અલ્તાફભાઈ ખફીએ સિપાહી સમાજની સામાજિક પ્રવૃત્તિને બિરદાવી હતી, મુખ્ય મહેમાન ડો. અલ્તાફખાન રાઠોડે જણાવ્યું હતું કે, સમાજની મુખ્ય ધારા સાથે ભળવું હશે તો શિક્ષણ સિવાય કોઈ વિલકલ્પ નથી. મુંબઈથી પધારેલા બિલ્ડર યુસુફભાઇ પરમારે ચેતવણી આપતા કહૃાું હતું કે, સમાજના યુવાનો સાયબર ફ્રોડ નો ભોગ બની રહૃાા છે, પોતાના બેન્ક ખાતા ભાડે આપીને અજાણતાંજ ગુનેગાર બની રહૃાા છે, ત્યારે સમાજે સજાગ થઈને આવી પ્રવૃત્તિથી દૂર રહેવા જણાવ્યું હતું. મહેસાણાના સિપાહી ચિંતક મોઅઝમખાન પઠાણે સંગઠનમાં જોડાઈને તન,મન અને ધનથી સાથ સહકાર આપવા હાકલ કરી હતી.
આ પ્રસંગે મોટીવેશનલ સ્પીકર અને એક્સીલેન્ટ એક્ષામ ઇન્સ્ટિટ્યૂટ - દુબઈ ના તાસિમ પાસ્તા ખાસ હાજર રહૃાા હતા, તેમને એઆઈ બિઝનેસ અને ટ્રેનિંગ કોર્સ ના સર્ટિફિકેટ માટે દુબઈમાં બે દિવસ ફ્રી કોર્સ માટે સમાજના વિદ્યાર્થીઓ અને બિઝનેસ સાહસિકોને ખાસ સ્પેશિયલ ઓફર આપી હતી.
જામનગર શહેર સિપાહી સમાજની મહિલા વિંગની પણ સ્થાપના કરવામાં આવી હતી જેમાં સમીમબેન શકીલભાઈ ઝવેરી (પ્રમુખ) રેહાનાબેન દિલાવરખાન યુસુફઝાઇ, ફરજાના બેન હુસેન ખાન પઠાણ, અમરીનબેન રિયાઝભાઈ શેખ, મહેકબેન ઇરફાન ભાઈ શેખ, ફરનાઝબેન ઈનાયતખાન લોહાની, તસ્લીમબેન રાહીલખાન પઠાણ, ફરજાનાબેન રઉફ ખાન પઠાણ ની વરણી કરવામાં આવી હતી.
તે જ રીતે વિવિધ ક્ષેત્રોમાં સમાજનું નામ રોશન કરનાર વ્યક્તિઓને સિપાહી ગૌરવ એવોર્ડ અપાયાં હતાં. જેમાં જનાબ અબ્દુલ હબીબ મલેક (એરફોર્સ નિવૃત્ત અધિકારી, જૂનાગઢ), જનાબ ગફારભાઈ કુરેશી (વનસ્પતિ નિષ્ણાત, રામરેચી), મોહતરમા જેબુન્નીશાબેન કુરેશી (બાગાયતી ખેતી નિષ્ણાત, રામરેચી) અને જનાબ ડો. પરવેજ મલેક (પીએચ.ડી., બિઝનેસ મેનેજમેન્ટ, સુરત) જનાબ, હાજી અસગરભાઈ શેખ (કસ્ટમ ઓફિસર - જામનગર), જનાબ, રિયાઝભાઈ શેખ જામનગર (પ્રિન્સિપલઃ રોઝી હાઇસ્કૂલ), જનાબ, મોગલ કરીમખાન અલ્લારખા (શાયર), જનાબ, જનાબ, ઝાહિદખાન પઠાણ - જામનગર (હેડ કોન્સ્ટેબલ) વિગેરે નો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial