Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈસીસી દ્વારા શેડયુલ જાહેર
નવી દિલ્હી તા. ૨૦: આઈસીસી યુ૧૯ વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થયો છે. તે મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ નહીં થાય કારણ કે બન્ને ટીમોને અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવી છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આગામી વર્ષે યોજાનાર અંડર-૧૯ મેન્સ વર્લ્ડ કપ ૨૦૨૬ને લઈને એક ચોકાવનારો નિર્ણય કર્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર નહીં જામે. આઈસીસી એ ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ પોતાના આ અને પોતાના નિર્ણયથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ ટુર્નામેન્ટમાં સોળ ટીમો ભાગ લઈ રહી છે, જેને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી પરંપરાને તોડીને, આઈસીસીએ આ વખતે ભારત અને પાકિસ્તાનને અલગ ગ્રુપમાં રાખ્યા છે, જેના કારણે તેઓ ગ્રુપ સ્ટેજમાં ભાગ લઈ શકતા નથી.
આ વર્ષે સરહદ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી ભીષણ લશ્કરી અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહૃાા છે. જેના કારણે ભારત-પાકિસ્તાન મેચો સ્થગિત કરવા માટે અનેક માંગ ઉઠી હતી. તેમ છતાં, આઈસીસી એ તાજેતરમાં આઈસીસી મહિલા વર્લ્ડ કપ અને આગામી વર્ષે યોજાનાર પુરુષ ટી-૨૦ વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચેની મેચોની પુષ્ટિ કરી છે. જો કે, અંડર-૧૯ સ્તરે, આઈસીસીએ બંને ટીમોને અલગ ગ્રુપમાં રાખવાનો નિર્ણય લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial