Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હી- મુંબઈ એકસપ્રેસ હાઈ-વે પર
નવી દિલ્હી તા. ૨૦: દિલ્હી- મુંબઈ એકસપ્રેસ હાઈવે પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે, કાર-ટ્રક વચ્ચે ટક્કર થતાં ૨ના મૃત્યુ થયા છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. સતત બીજા દિવસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર લક્ષ્મીપુરા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં કાર અને ટ્રક વચ્ચેની અથડામણમાં કારમાં સવાર બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્સપ્રેસ વે પર સર્જાયેલા અકસ્માતને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર મેહુલભાઈ જયંતીભાઈ ગલાણી (ઉંમર ૨૭, રહે, કતારગામ સુરત) ૨. અશ્વિનભાઈ પુરુષોત્તમભાઈ પટેલ (ઉંમર ૪૮, રહે. નીલકંઠ એવન્યુ, સુરત)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પ્રશાંતભાઈ પ્રવીણચંદ્ર ઘામેચા (રહે અમરોલી, સુરત) ૨. ઉમેશભાઈ નારાયણભાઈ વિરાણી (વેલેન્ઝા, ઉમરા, સુરત) ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો સુરત શહેરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માતના કારણો અને સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર માત્ર એક દિવસ અગાઉ એટલે કે બુધવારે પણ મોટો અકસ્માત થયો હતો. બુધવારે સવારે લગભગ ૯ વાગ્યે સરસવણી ગામ પાસે રોડ મેન્ટેનન્સનું કામ કરી રહેલા પાંચ મજૂરો પર એક કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર ફરી વળી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં બે મજૂરો, દિલીપ દહિયા અને મનોજ કુમાર, ગંભીર રીતે ઘાયલ થતાં તેમના મોત થયા હતા.
વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ માર્ગ પર સતત વધી રહેલા અકસ્માતોએ હાઇવેની સલામતી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial