Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જી.જી. હોસ્પિટલ અને એમ.પી. શાહ મેડિકલ કોલેજ
જામનગર તા. ર૦: ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ અને શ્રી એમ.પી. શાહ મેડિકલ કોલેજ જામનગરમાં 'ગો બ્લૂ'ની થીમ પર એએમઆર જાગૃતિ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જેમાં એન્ટિબાયોટિક દવાઓનો ખોટો ઉપયોગ, દવા સમય પહેલા બંધ કરવી, સ્વચ્છતા, ડોક્ટરની સલાહ વગર દવાઓ લેવાથી થતા નુકસાન વગેરે અંગે તા. ૧૮ થી ૨૪ નવેમ્બર સુધી જનજાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે.
દર વર્ષે તા. ૧૮ થી ૨૪ નવેમ્બર દરમિયાન એન્ટિમાઇક્રોબીયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેને અનુસંધાને ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ અને શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગર ખાતે પણ એન્ટિબાયોટિક દવાઓનો અતિરેક કે ખોટો ઉપયોગ, દવા સમય પહેલા બંધ કરી દેવી, સ્વચ્છતાનો અભાવ, અને ડોક્ટરની સલાહ વગર દવાઓ ન લેવા અંગે માર્ગદર્શન આપી જાગૃતિ ફેલાવવાના હેતુસર તા.૧૮મી નવેમ્બરથી 'ગો બ્લૂ' થીમ સાથે આ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે.
તા.૧૮-૧૧-૨૦૨૫ના ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં દરેક સ્ટાફ દ્વારા 'બ્લૂ' કલરનો ડ્રેસ પહેરી 'ગો બ્લૂ' થીમ સાથે દીપ પ્રાગટ્ય કરીને સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન ડીન શ્રી ડો. નંદીની દેસાઈ અને તબીબી અધિક્ષક ડો. દીપક તિવારીના હસ્તે થયું હતું. આ પ્રસંગે માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો. હિતેષ શિંગાળા, ફાર્મેકોલોજી વિભાગના વડા ડો.હિરેન ત્રિવેદી તથા વિવિધ કલીનીકલ વિભાગના તજજ્ઞો, મયુરી સમાણી, એ.એચ.એ, લાલજી વાઘેલા,નર્સિંગ અધિક્ષકશ્રી, તથા હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો. ૧૮મીએ માઈક્રોબાયોલોજી વિભાગના વડાના માર્ગદર્શન હેઠળ વર્કશોપનું આયોજન થયું, જેમાં તજજ્ઞો અને સ્ટાફ દ્વારા પ્રે ઝન્ટેશન, રોલપ્લે, અને ઈ-પોસ્ટર સ્પર્ધા દ્વારા એએમઆર બાબતે જાગૃતિ ફેલાવવામાં આવી.
ત્યારબાદ, તા. ૧૯-૧૧-૨૦૨૫ના યુ.જી. તથા પી.જી.ના વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફ માટે ફાર્મેકોલોજી વિભાગ દ્વારા ક્વિઝ કોમ્પિટિશન, સ્લોગન કોમ્પિટિશન અને શોર્ટ આર્ટીકલ રાઈટીંગ સ્પર્ધા યોજાશે. તા. ૨૦-૧૧-૨૦૨૫ના ફાર્મેકોલોજી વિભાગ દ્વારા ઓ૫ીડી અને વોર્ડમાં પ્રીસ્ક્રિપ્શન ઓડિટ અને પ્રી-ઓથોરાઈઝેશન ઓડિટ કરવામાં આવ્યું હતું.
તા. ૨૧-૧૧-૨૦૨૫ના માઈક્રોબાયોલોજી વિભાગના તજજ્ઞો દ્વારા આઈસીયુ તથા વિવિધ ક્રિટીકલ એરિયાનું ઈન્ફેક્શન પ્રિવેન્શન અને કન્ટ્રોલ ઓડિટ આયોજિત કરાશે. તા.૨૨-૧૧-૨૦૨૫ના રોજ દરેક વિભાગમાંથી એએમઆર અને આઈપીસી સંબંધિત સફળતાની સ્ટોરી/બેસ્ટ પ્રેક્ટીસ એકત્ર કરીને પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવશે. તા. ૨૩- ૧૧-૨૦૨૫ના રોજ જનજાગૃતિના ભાગ રૂપે માઈક્રોબાયોલોજી અને ફાર્મેકોલોજી વિભાગના નિષ્ણાતો દ્વારા યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી માહિતી આપવામાં આવશે.
અંતે, તા. ૨૪-૧૧-૨૦૨૫ના ક્વિઝ, ઈ-પોસ્ટર, સ્લોગન, આર્ટીકલ અને અન્ય સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ સમારોહ યોજાશે સાથે બેસ્ટ પ્રેક્ટીસ, આઈપીસી-પીએ ઓડિટ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમોનું આયોજન માઈક્રોબાયોલોજી વિભાગ અને ફાર્મેકોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ડીનશ્રી અને તબીબી અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial