Advertisement
Author: નોબત સમાચાર

રાયગઢના સુબોધ વિજય નીકળ્યા દેશવ્યાપી સાયકલ યાત્રા પરઃ પ્રશંસનિય

પર્યાવરણ, વૃક્ષારોપણ, જનજાગરણ માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: રાયગઢના સુબોધ વિજય પર્યાવરણ સંરક્ષણ, જનજાગૃતિ અને વૃક્ષારોપણ માટે દેશવ્યાપી સાયકલ યાત્રા પર નીકળ્યા છે. તેઓએ જામનગરમાં રાધિકા એડયુકેર સ્કૂલની પણ મુલાકાત લીધી હતી.

પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવા, સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવા માટે મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના સુબોધ વિજય દેશભરની સાયકલ યાત્રાએ નીકળ્યા છે. આ યાત્રાના ભાગરૂપે તેઓએ જામનગરની સીબીએસઈ માન્યતા ધરાવતી રાધિકા એડ્યુકેર સ્કૂલની મુલાકાત લીધી હતી.

 તેઓએ ૫૦૭ દિવસમાં ૪૦૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કરેલ છે અને તેમની આ યાત્રા ચાલુ છે. તેમનું લક્ષ્ય ૯૫૦ દિવસમાં સમગ્ર ભારત ભ્રમણ કરવાનો છે. તેમની યાત્રા દરમ્યાન સમગ્ર ભારતમાં ૧૦૦૦૦૦ કિલોમીટર સાયકલ ચલાવી ૧૦૦૦૦૦ વૃક્ષા રોપણ કરાવવાનો છે. આ વૃક્ષા રોપણ દ્વારા આબોહવામાં આવતા પરિવર્તન સામેની લડાઈમાં યોગદાન આપશે. તેઓ સ્થાનિક નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્તિ અને આરોગ્યપ્રદ જીવનશૈલી વિશે પ્રેરણાત્મક સંદેશ આપશે.

વિશેષ માં તેઓએ વર્ષ ૨૦૨૨ માં ભારતનું પ્રતિનિધિત્વ કરી કુલ ૬૫૦ પહાડોનું ચઢાણ કર્યું છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ યાત્રા બાદ તેઓ માઉન્ટન એવરેસ્ટ પર તિરંગો લહેરાવશે.

શાળાની આ મુલાકાતના પ્રસંગે જૈન એડ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ડો. ભરતેશ શાહ, ટ્રસ્ટી અતુલ શાહ, પ્રિન્સિપાલ ચેતન શુક્લા, એકેડેમિક હેડ સંજીવ કુમાર સિંહ, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહૃાા હતા તેમજ આ યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ થાય અને વધુમાં વધુ વૃક્ષા રોપણ થાય તેવી શુભકામના પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh