Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રર સરપંચોની ઉપસ્થિતિઃ સંગઠનનું શક્તિપ્રદર્શનઃ
ધ્રોળ તા. ૨૦ા: ધ્રોળના ખારવા જિલ્લા પંચાયત બેઠકનું 'નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ' સંપન્ન થયું હતું. જામનગર જિલ્લાના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. જામનગર જિલ્લા ભાજપની ગ્રામ્ય સ્તરે પકડ જોવા મળી હતી અને રર સરપંચોની ઉપસ્થિતિએ સંગઠનનો સંદેશો આપ્યો હતો.
ધ્રોળ (જામનગર) ભારતીય જનતા પાર્ટી દ્વારા 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' અંતર્ગત ધ્રોળના ખારવા જિલ્લા પંચાયત સીટ પર નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા અને તાલુકા ભાજપના દિગ્ગજ નેતાઓ, હોદ્દેદારો અને સ્થાનિક સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતાં. નૂતન વર્ષના શુભારંભે સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને સંગઠનની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
ખારવા જિલ્લા પંચાયત સીટ પર યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં જામનગર જિલ્લા પ્રમુખ વિનુભાઈ ભંડેરી, ધ્રોળ-જોડિયાના લોકપ્રિય ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂૃવ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા ગુરુજી, ખારવા જિલ્લા પંચાયત સદસ્ય લખધીરસિંહ જાડેજા, જામનગર જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, ધ્રોળ તાલુકા પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા, ધ્રોળ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ કોટેચા, સરપંચ સંગઠન પ્રમુખ રામજીભાઈ મુંગરા, તેમજ પૂૃવ તાલુકા પ્રમુખ નવલભાઈ મંુગરા, બ્રિજરાજસિંહ જાડેજા, રર ગામનો સરપંચ સહિત આ વિસ્તારના તમામ ગામોના સરપંચો સહિતના મુખ્ય ઓગવાનો હાજર રહ્યા હતાં.
કાર્યક્રમ દરમિયાન નેતાઓએ સંગઠનને વધુ મજબૂત બનાવવાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 'હર ઘર સ્વદેશી, હર ઘર-ઘર દિવડા'ના સૂત્રને અપનાવીને યોજાયેલો આ સમારોહ પાર્ટીના પાયાના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ વચ્ચે સ્નેહ અને સંવાદનો સેતુ બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને આગામી સમય માટે સંગઠનમાં નવો ઉત્સાહ અને જોમ પૂરૃં પાડ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial