Advertisement
Author: નોબત સમાચાર

ઉના પાસે બેફામ બોલેરોએ બે બાઈકને ટક્કર મારતા બે ભાઈ સહિત ત્રણના મૃત્યુ

ગીર સોમનાથમાં ગમખ્વાર દુર્ઘટનાઃ એક કિશોરી ગંભીર

                                                                                                                                                                                                      

વેરાવળ તા. ર૦: ગીર સોમનાથમાં ઉના નજીક બેફામ બોલેરોએ બે બાઈકને ફંગોળી દેતા બે સગાભાઈ સહિત ત્રણના મૃત્યુ થયા છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં બે સગા ભાઈઓ સહિત ત્રણ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેસરિયા ગામ નજીક રાત્રિના સમયે એક બેફામ ગતિએ ધસી આવેલી બોલેરો જીપે બે અલગ અલગ બાઈકને અડફેટે લેતા આ ગમખ્વાર દુર્ઘટના બની હતી.

આ ઘટનામાં એક કિશોરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. કેસરિયા ગામના હિતેષ શિંગડ (ઉ.વ. ર૦) પોતાના નાનાભાઈ પરિમલ શિંગડ (ઉ.વ. ૧૧) અને કાકાની દીકરી કલુબેન (ઉ.વ. ૧૭) સાથે પોતાની વાડીએ જઈ રહ્યા હતાં. તે જ સમયે નજીકના નાથડ ગામના ભીખાભાઈ દમણિયા (ઉ.વ. ૩પ) પણ અન્ય બાઈક પર સોનારી ગામેથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતાં, ત્યારે કેસરિયા-સોનારી રોડ પર દીવ તરફથી તોફાની ઝડપે આવી રહેલી એક બોલેરો જીપના ચાલકે બન્ને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંપ હતી કે હિતેષ પરિમલ અને ભીખાભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્ય્ું મૃત્યુ થયું હતું, જ્યારે કલુબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્ત કલુબેનને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

આ દુઃખદ સમાચાર વાયુવેગે ફેલાતા જ કેસરિયા, નાથડ અને સોનારી સહિતના આસપાસના ગામોના લોકોના ટોળેટોળા હોસ્પિટલ તરફ ઉમટી પડ્યા હતાં. એક જ પરિવારના બે ભાઈઓના મૃત્યુથી પરિવારજનોના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલનું વાતાવરણ અત્યંત ગમગીન અને શોકાતૂર બની ગયું હતું.

ઉના પોલીસે આ મામલે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ કરૂણ દુર્ઘટનાએ ફરી એકવાર ઓવર-સ્પીડિંગ અને માર્ગ સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh