Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વટહુકમ કે વિધાનસભાએ પસાર કરેલા બિલ પર
નવી દિલ્હી તા. ર૦: વિધાનસભામાં પસાર કરેલા બિલ પર કાર્યવાહી કરવા કોઈપણ કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી ના કરી શકે તેમ ઠરાવી સુપ્રિમ કોર્ટે બંધારણીય હોદ્દેદારોને સ્વયં સંવાદ અને સહકારની ભાવના વિક્સાવવાની સલાહ આપી છે.
સુપ્રિમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોકલેલા ૧૪ બંધારણીય પ્રશ્નો પર આજે પોતાનો અભિપ્રાય રજૂ કરી રહી છે. આ પ્રશ્નોનો સંબંધ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની વટહુકમ પર નિર્ણય લેવાની સત્તા અને સમયમર્યાદા સાથે છે. અગાઉ સુપ્રિમ કોર્ટે એક ચૂકાદો આપ્યો હતો, જેમાં જણાવાયું હતું કે, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિએ પસાર કરાયેલા બિલ પર નક્કી કરેલા સમયગાળામાં નિર્ણય લેવો પડશે. આના પગલે, રાષ્ટ્રપતિએ બંધારણીય સીમાઓનું ઉલ્લંઘન થવાની ચિંતા વ્યક્ત કરી હતી, જેના સંદર્ભમાં આ પ્રશ્નો મોકલવામાં આવ્યા છે.
૧૦ દિવસની સુનાવણી પછી સુરક્ષિત રાખવામાં આવેલા આ ચૂકાદાની અસર દેશના સંધીય માળખા, રાજ્યોના અધિકારો અને ગવર્નરની ભૂમિકા પર ઘણી વ્યાપક રહેશે. કોર્ટ એ સ્પષ્ટતા કરશે કે શું તે ગવર્નર અને રાષ્ટ્રપતિ માટે સમયમર્યાદા નક્કી કરી શકે છે અને અનુચ્છેદ ર૦૦ અને ર૦૧ હેઠળના તેમના નિર્ણયો ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવે છે કે નહીં.
'બિલ અનિશ્ચિતકાળ સુધી રોકી શકાય નહીં': સુપ્રિમ કોર્ટ
રાષ્ટ્રપતિના સંદર્ભ પર નિર્ણય સંભળાવતા સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે, 'અનુચ્છેદ ર૦૦ અને ર૦૧ હેઠળ રાજ્યપાલ પાસે ફક્ત ત્રણ જ મૂળભૂત વિકલ્પો રહે છે. બિલને મંજુરી આપવી, નામંજુર કરવું અથવા રાષ્ટ્રપતિના વિચારણા માટે સુરક્ષિત રાખવું.'
કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પ્રથમ જોગવાઈને ચોથો વિકલ્પ ગણી શકાય નહીં. અદાલતે કહ્યું કે જો બે અર્થઘટન શક્ય હોય, તો તે અર્થઘટન સ્વીકારવું જોઈએ, જે બંધારણીય સંસ્થાઓ વચ્ચે સંવાદ અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
સુપ્રિમ કોર્ટે ટિપ્પણી કરી કે ભારતીય સંઘવાદની કોઈપણ વ્યાખ્યા હેઠળ એ સ્વીકાર્ય નથી કે રાજ્યપાલ બિલને વિધાનસભાને પરત મોકલ્યા વિના અનિશ્ચિત સમય માટે રોકી રાખે. રાષ્ટ્રપતિ માટે બિલ સુરક્ષિત રાખવું એ પણ સંસ્થાકીય સંવાદનો જ એક ભાગ છે. બંધારણીય પદો પર બિરાજમાન વ્યક્તિઓએ સંઘર્ષ કે અવરોધ ઊભો કરવાને બદલે સંવાદ અને સહકારની ભાવનાને પ્રાધાન્ય આપવું જોઈએ.
કોર્ટે જણાવ્યું કે, રાજ્યપાલ કોઈપણ બિલને મંજુરી આપવાના હેતુથી તેને અનિશ્ચિત સમય સુધી પેન્ડિંગ રાખી શકે નહીં, જો કે સાથે જ કોર્ટે સ્પષ્ટતા કરી કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદાધિકારીઓ માટે નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરવી એ સત્તાઓના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન ગણાશે.
ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે તેના અગાઉના ચૂકાદાને રદ્ કર્યો, જેમાં રાજ્ય બિલ પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને ફરજ પાડવામાં આવી હતી. કોર્ટના મતે, બંધારણીય પદાધિકારીઓ પર કડક સમય નિર્ધારણ લાગુ કરવું એ ન્યાયતંત્રના અધિકાર ક્ષેત્રની બહારની બાબત છે.
બંધારણીય બેન્ચે રાજ્યપાલના વિવેકાધીન સત્તાની બંધારણીય સીમાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, બિલને એકતરફી રીતે રોકી રાખવું એ સંઘવાદનું ઉલ્લંઘન ગણાશે. ન્યાયાધીશ બી.આર. ગવઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે કહ્યું કે, 'અનુચ્છેદ ર૦૦ માં નક્કી કરાયેલી પ્રક્રિયાનું પાલન કર્યા વિના જો રાજ્યપાલ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને રોકી રાખે તો તે સંધીય માળખાના હિતોની વિરૂદ્ધ જશે.'
સુપ્રિમ કોર્ટે કહ્યું કે, 'ભારત જેવા લોકશાહી દેશમાં રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી કરવી એ બંધારણ દ્વારા આપવામાં આવેલી લચીલાપણાની ભાવના સાથે સુસંગત નથી. પીઠે સ્પષ્ટતા કરી કે રાજ્યપાલ પાસે માત્ર ત્રણ જ બંધારણીય વિકલ્પો છે. (૧) બિલને મંજુરી આપવી, (ર) બિલને પુનર્વિચાર માટે વિધાનસભાને પાછું મોકલવું અથવા (૩) તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવું. રાજ્યપાલ બિલને અનિશ્ચિત સમય સુધી રોકીને કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ પેદા કરી શકે નહીં.'
સુપ્રિમ કોર્ટે એ સ્વીકાર્યું કે ન્યાયપાલિકા કાયદો બનાવવાની પ્રક્રિયામાં હસ્તક્ષેપ ન કરી શકે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું કે, વગર કારણનો અનિશ્ચિત વિલંબ ન્યાયિક તપાસ હેઠળ આવી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial