Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના આણંદપરથી નિકાવા સુધીની વિરાટ પદયાત્રામાં હજારો લોકો જોડાયાઃ દેશભકિત ઝળકી

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતી નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: દેશના લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે કાલાવડ તાલુકાના આણંદપરથી નિકાવા ગામ સુધી ભવ્ય અને દેશભક્તિસભર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર સાહેબના રાષ્ટ્રનિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરવા અને તેમના આદર્શોને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ યાત્રામાં કાલાવડ વિધાનસભા વિસ્તારના હજારો ગ્રામજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા.આ પદયાત્રાને આણંદપરથી ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા આસિસ્ટન્ટ કલેક્ટર સ્વપ્નિલ સિસલેએ લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો.

નિકાવામાં યાત્રાના સમાપન વેળાએ આયોજિત સભામાં પૂર્વ કૃષિ મંત્રી આર.સી.ફળદુ તથા વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત ગોવા શીપ યાર્ડના ડાયરેક્ટર હસમુખ હિંડોચાએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની અદમ્ય નિષ્ઠા વિશે મનનીય પ્રવચન આપ્યું હતું. તેઓએ અખંડ ભારતનું નિર્માણ, દેશી રજવાડાઓનું વિલીનીકરણ, અને સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ વગેરેમાં સરદાર સાહેબની પાયાની ભૂમિકા અંગેના રોચક અને પ્રેરક પ્રસંગો રજૂ કર્યા હતા. આર.સી.ફળદુએ જણાવ્યું કે અનેક નવલોહીયા યુવાઓના બલિદાનથી આઝાદ થયેલ ભારત દેશ અખંડ અને મજબૂત રહે તે માટે સરદાર પટેલે કુનેહ વાપરી દેશને એક તાંતણે જોડવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું. સરદાર પટેલનું સમગ્ર જીવન જાણે માં ભારતીની ઉન્નતિ માટે જ બન્યું હોય તેવા કાર્યો તેમના હાથે સંપન્ન થયા. તેમને મન નાત, જાત કે ધર્મના કોઈ ભેદભાવો નહોતા. અને તેઓ સમગ્ર દેશને એક પરિવાર તરીકે જોતા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી દ્વારા સરદાર પટેલને રાષ્ટ્ર નિર્માણમાં સોપાયેલ સૌપ્રથમ રજવાડાના વિલીનીકરણની ગાથા દર્શાવતી સુંદર નાટિકા રજૂ કરાઈ હતી.આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા.હાથમાં તિરંગા સાથે નીકળેલી આ રેલી આણંદપરથી નિકાવા તરફ આગળ વધી ત્યારે સમગ્ર માર્ગ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો હતો.

આ પ્રસંગે કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પાનસૂરિયા, જોડિયા તાલુકા પંચાયત પ્રમુખ રસિલાબેન ચનીયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, આગેવાન ડો.વિનુભાઈ ભંડેરી, અભિષેક પટવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, કાલાવડ મામલતદાર, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી સહિત કાલાવડ વિધાનસભા બેઠકના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં  નાગરિકો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh