Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા નાના પશુ-પંખીઓ માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ

પ્રથમ દિવસે જ ઈજાગ્રસ્ત માદા શ્વાનની સારવાર કરાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: ભાણવડમાં વર્ષોથી પશુ-પક્ષીઓ માટે વિનામૂલ્યે સેવાઓ કરતા તથા ખાસ કરીને સાપ વિશે ખાસ જાગૃતિ ફેલાવનાર તથા રખડતા પશુ-પંખીઓ માટે ચારો, ખોરાક, પાણીની સગવડ કરતા એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા નાના પશુઓ કૂતરા, બિલાડી, પોપટ, કબૂતર જેવા પંખીઓના રેસ્કયૂ માટે દાતાઓની મદદથી ઈક્કો એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી.

આ એમ્બ્યુલન્સ આવ્યાના પ્રથમ દિવસે જ ભાલાપોપટી ગામ ભાણવડ-ખંભાળીયા રોડ પર એક તાજી વિયાયેલી કૂતરીને ગંભીર ઈજા થઈ હોય તથા તેના સાત બચ્ચા હોય તુરંત જ આ એમ્બ્યુલન્સમાં લઈને તેમની સારવાર કરીને પોરબંદર શિફ્ટ કરવા વ્યવસ્થા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh