Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળા સંચાલકને જામીન પર મુક્ત કરાયોઃ
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયાના ધરમપુરમાં એક શાળામાંથી ગયા સપ્તાહે એસઓજીએ સીરીયન નાગરિકને પકડી પાડ્યા પછી આ શખ્સ વીઝાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ભારતમાં હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ શખ્સ તથા તેને આશરો આપનાર શાળા સંચાલકની ધરપકડ કરાઈ હતી. સીરીયન નાગરિક ૧૫ દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને શાળા સંચાલકની જામીનમુક્તિ થઈ છે.
ખંભાળિયામાં છેલ્લા દોઢ-બે વર્ષથી વીઝા વગર વસવાટ કરતા સીરીયાના નાગરિક અલી કામેલ ગયા શનિવારે ઝડપાઈ ગયા પછી તેને મદદગારી કરનાર મહિપત કછટીયા ઉર્ફે માહી સતવારાની પણ એસઓજી દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
આ વિદેશી નાગરિક સ્ટુડન્ટ વીઝા પર ભારત આવ્યા પછી વીઝાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કોઈ કારણથી ભારતમાં જ રોકાઈ ગયો હતો તેની વિગત પોલીસ સુધી પહોંચતા એસપી જયરાજસિંહ વાળાની સૂચનાથી દેવભૂમિ દ્વારકા એસઓજીના સ્ટાફે ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ શરૂ કરેલી તપાસમાં બંને ઝડપાયા હતા.
આ શખ્સ સામે ફોરેનર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓએ પોલીસ સાથે મળી સંયુક્ત પૂછપરછ હાથ ધરી છે. એસપીને મળેલા સ્પેશિયલ પાવરના આધારે અલી કામેલને ૧૫ દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જ્યારે આ શખ્સને પોતાની શાળામાં ગેરકાયદેસર વસવાટ કરવામાં મદદ કરનાર મહિપત મનજીભાઈ કછટીયાને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને જામીન પર મુક્તિ મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial