Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનસીઆર સુધી છવાયો ઝેરી ધૂમાડો
નવી દિલ્હી તા. ર૦: દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત છે. એક્યુઆઈ ૪૦૦ પાર પહોંચ્યો છે. એનસીઆર સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક છે.
રાજધાની દિલ્હી અને નેશનલ કેપિટલ રિજનમાં પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ગુરુવારે (ર૦ મી નવેમ્બર) સવારે દિલ્હીમાં ધુમ્મસનું જાડું સ્તર છવાઈ ગયું હતું, જેને કારણે દિલ્હી 'ગેસ ચેમબર' જેવી હાલતમાં ફેરવાઈ ગયું છે અને લોકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા મુજબ દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગયો છે. ગુરુવારે સવારે ૭ વાગ્યે દિલ્લહીનો સરેરાશ એક્યુઆર ૩૯૯ નોંધાયો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીની ટોચ પર છે અને 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગયો છે. ગુરુવારે સવારે ૭ વાગ્યે દિલ્હીનો સરેરાશ એક્યુઆઈ ૩૯૯ નોંધાય હતો, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીની ટોચ પર છે અને 'થંભીર' શ્રેણીની નજીક છે. શહેરના કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ ૪પ૦ ને પાર કરી ગયો હતો, જે અત્યંત જોખમી છે.
'ગંભીર' શ્રેણીમાં એક્યુઆઈ પંજાબી બાગ વિસ્તારની આસપાસ ૪૩૯, આનંદ વિહારમાં ૪ર૦, બાવાનામાં ૪૩૮, બુરાડીમાં ૪૧૪, 'જહાંગીરપુરીમાં ૪પ૧ અને વઝીરપુરમાં ૪૭૭ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત અલીપુરમાં ૩૬૬, ચાંદની ચોકમાં ૪૧૮, આઈટીઓમાં ૪૦૦, દ્વારકામાં ૪૧૧ અને નરેલામાં ૩૯ર એક્યુઆઈ નોંધાયું હતું.'
આ દરમિયાન દિલ્હીને અડીને આવેલા નોઈડા સેક્ટર-૬ર મા ૩૪૮, ગાઝિયાબાદમાં વસુંધરા ૪૩૦, ઈન્દિરાપુરમમાં ૪ર૮ અને ગુરુગ્રામ સેક્ટર-પ૧ માં ૩૪ર નોંધાયું હતું. બુધવારે દિલ્હીની હવાની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીની નજીક પહોંચી ગઈ હતી, જેમાં શહેરનો સરેરાશ એક્યુઆઈ વધીને ૩૯ર થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial