Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન ખાતાની આગાહી

ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ

અમદાવાદ તા. ૧૬ઃ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસશે જ્યારે કાલથી ૩ દિવસ ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં મધ્યમ વરસાદની સંભાવના જણાવાઈ છે.

હાલ ગુજરાતના કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા નથી. આજે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરિયાકિનારાના વિસ્તારોના લોકોને હાલ કોઈપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘરાજા હળવા મૂડમાં વરસવાની શક્યતા છે. કાલથી ત્રણ દિવસ ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં હળવો વરસાદ વરસવાની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સોમનાથ, કચ્છમાં પણ આજે હળવા વરસાદની સંભાવના છે.

સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં હાલ કોઈપણ પ્રકારની ભારે વરસાદ વરસવાની સંભાવના નથી તેમજ દરિયા વિસ્તારમાં કોઈપણ પ્રકારની વોર્નિંગ જાહેર નથી કરી. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે હળવા વરસાદની શક્યતા છે.

તા. ૧૭, ૧૮ અને ૧૯ ઓગસ્ટે ગુજરાતમાં વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ જેમ કે ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દરિયાકિનારાની વાત કરવામાં આવે તો માછીમારો માટે પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આવતીકાલથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનમાં પલટો આવશે. ૧૭ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ થશે. ર૧ થી ર૪ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ થશે. ર૬ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ ર૬ થી ૩૧ ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશે.

ગુજરાતમાં સીઝનના વરસાદની વાત કરીએ તો કચ્છ ઝોનમાં સૌથી વધુ સરેરાશ વરસાદ ૧૩૬.૦૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૯.૭ર ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૭.રપ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૧.૬૭ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૪.૯૮ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યની મહત્ત્વની ર૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.ર૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ર,પ૮,૭૯૭ એમસીએફટી જળસંગ્રહ છે. જે કુલ જળસંગ્ર શક્તિના ૭૭.૪૭ ટકા જેટલો જળસંગ્ર થયો છે.

ઉત્તર ગુજરાતના ૧પ જળાશયમાં ૭૩.રપ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયમાં ૪૯.૩૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળશાયમાં ૭પ.૦૬ ટકા, કચ્છ ઝોનના ર૦ જળાશયમાં ૬પ.૬૮ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળશાયમાં ૮૩.૮૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૬૪ જળાશય અને ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૩૧ જળાશયો મળી કુલ ૯પ જળાશય હાઈએલર્ટ પર છે, જ્યારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા રપ જળાશય એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૪ જળાશયને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh