Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં શહીદવીરના પરિવારનું સન્માનઃ ધારાસભ્ય, મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ

મારી માટી - મારો દેશ અભિયાન

જામનગર તા. ૧૬ઃ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં બાલંભડી વોટરવર્કસમાં મારી માટી, મારો દેશ, માટીને નમન વીરોને વંદન કાર્યક્રમની ઉજવણી ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં મહાનુભાવોના હસ્તે કાલાવડ તાલુકાના શહીદ વીર હિતેન ઠેસીયાના પરિવારનું સમ્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શીલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, શાળાના વિદ્યાર્થીઓ, હોમગાર્ડ્સ અને ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટીની મુઠ્ઠી અને માટીનો દીવો લઈ દેશની સુરક્ષા અને રક્ષણ માટે શપથ લીધા હતા.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નગરપાલિકાથી મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં માટી કળશ યાત્રાનું આયોજન  કરવામાં આવ્યું હતું. અને કળશમાં માટી ભરવામાં આવી હતી. મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત શાળાઓમાં નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ શહીદવીર હિતેન ઠેસીયા કે જેઓ વર્ષ ૨૦૦૯માં કાશ્મીર સરહદ પર શહીદ થયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે અનેક વીર વીરંગનાઓ દેશના રક્ષણ માટે ફરજ નિભાવતી વખતે શાહીદ થયા છે તેઓને વંદન કરવા માટે અને દેશ માટે બલિદાન આપવા બદલ તેમનું ઋણ ચૂકવવા માટે માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ ઉજવાઇ રહ્યો છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશની તમામ નગરપાલિકાઓ અને ગામડાઓમાં માટી કળશ યાત્રા યોજાશે. અને દેશના ખૂણે ખૂણાની માટી દિલ્હીમાં એકત્ર થશે અને શહીદ સ્મારક ઊભું કરવામાં આવશે. આપણે સૌએ આ મહાઅભિયાનમાં જોડાવું જોઈએ.

આ કાર્યક્રમમાં અભિયાન અંતર્ગત સેલ્ફી કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૭૫ વૃક્ષના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસર ભાવનાબેન દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ વિષે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં મામલતદાર ફાલ્ગુનીબેન પુરોહિત, કાલાવડ ટાઉન પીઆઈ શ્રી વી.એમ. પટેલ, ભાજપ મહામંત્રી અભિશેખભાઈ પટવા, હસુભાઈ વોરા, સંજયભાઈ ડાંગરિયા, વિનુભાઈ, અન્ય અધિકારીઓ, અગ્રણીઓ, મ્યુનિસિપલ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, હોમગાર્ડના જવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh