Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેંસ ચરાવવા ગયા ત્યારે ન્હાવા ઉતર્યા હતાઃ ભરવાડ પરિવાર સ્તબ્ધ
ખંભાળિયા તા.૧૬ ઃ ખંભાળિયાના કેશોદ ગામમાં આજે સવારે એક ભરવાડ પરિવારના સગા ભાઈ-બહેન ઢોર ચરાવવા માટે ગયા પછી પાણી ભરેલા ખાડામાં ન્હાવા ઉતર્યા હતા. આ બંને બાળકોના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા છે.
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામમાં આજે સવારે સર્જાયેલી આ કરૃણાંતિકાની વધુ વિગત મુજબ પોરબંદર ધોરીમાર્ગ પર આવેલા ખંભાળિયા તાબાના કેશોદ ગામના ભાયાભાઈ ટોયટા નામના ભરવાડ પ્રૌઢના પુત્ર નાયાભાઈ (ઉ.વ.૮) તથા પુત્રી જીવતીબેન (ઉ.વ.૧૦) આજે સવારે કેશોદની સીમમાં ભેંસ ચરાવવા માટે ગયા હતા.
આ બંને ભાઈ-બહેન ભેંસો ચરતી હતી ત્યાં નદી નજીકના તળાવના ખાડા પાસે રમતા હતા. આ વેળાએ બંને ભાઈ-બહેનને ખાડામાં ન્હાવા માટે ઉતરવાની ઈચ્છા થતા તેઓ ખાડામાં ઉતર્યા હતા. તે પછી બંને ભાઈ-બહેન ડૂબી ગયા હતા.
આ બનાવની અન્ય લોકોને જાણ થતાં સરપંચને વાકેફ કરાયા હતા. ત્યારપછી દોડી આવેલા ફાયરબ્રિગેડના સ્ટાફે પાણીના ખાડામાંથી બંને બાળકોને બહાર કાઢી ચકાસતા બંને બાળકોના વધુ પડતું પાણી પી જવાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. અધિક મહિનાની અમાસના પવિત્ર દિને સગા ભાઈ-બહેનના આવી રીતે પાણીના ખાડામાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાના અહેવાલના પગલે કેશોદ ગામમાં અરેરાટી પ્રસરી ગઈ છે. બનાવની જાણ થતાં પોલીસ પણ દોડી આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial