Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સ્પેલ વેલ ઈન્ડિયામાં રવિવારે પ્લાન્ટેશન ડ્રાઈવ યોજાઈઃ શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ

ઓગષ્ટના પહેલા પખવાડિયામાં રાષ્ટ્રવ્યાપી પ્લાન્ટેશન ડ્રાઈવ

જામનગર તા. ૧૬ઃ તા. ૧ થી ૧પ ઓગષ્ટ દરમ્યાન સ્પેલ વેલ ઈન્ડિયા દ્વારા રાષ્ટ્રવ્યાપી પ્લાન્ટેશન ડ્રાઈવ યોજાઈ હતી. જેના ભાગરૃપે જામનગરમાં સ્પેલ વેલ ઈન્ડિયા દ્વારા તારીખ ૧૩ રવિવારના સવારે ૭ થી ૧૧ વાગ્યા દરમ્યાન પ્લાન્ટેશન કરાયું હતું.

તારીખ ૧ થી ૧પ ઓગષ્ટ દરમ્યાન સ્પેલ વેલ ઈન્ડિયા દ્વારા રાષ્ટ્રવ્યાપી પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપની સાથે જોડાયેલા તથા અન્ય દરેક શૈક્ષણિક સંસ્થાઓને આ ડ્રાઈવમાં જોડાઈ હતી.

જામનગરમાં આ ડ્રાઈવ તા. ૧૩ ના સવારે ૭ થી ૧૧ વાગ્યા દરમ્યાન યોજાઈ હતી. આ ડ્રાઈવમાં શહેરની અનેક અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થાઓ, જામનગર ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ, જે.એમ.સી. ગાર્ડન શાખા તથા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો. ડ્રાઈવને ફલેગ ઓફ શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન, નવાનગર બેંકના ડીરેકટર પૂર્વ હસમુખભાઈ હિંડોચા દ્વારા, કંપનીના મેનેજીંગ ડીરેકટરશ્રી ઉદય કટારમલ, મહેશભાઈ કટારમલ, ઈન્કમ ટેકક્ષ ડીપાર્ટમેન્ટના વિકાસ ચૌધરી તથા શહેરના અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં શહેરની અનેક નામાંકીત શાળાઓ - નંદ વિદ્યા નિકેતન, સોઢા સ્કૂલ, કુમાર મંદિર સ્કૂલ સહિતની શાળાઓ જોડાઈ હતી. અન્ય અનેક શાળાઓના વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ જોડાયા હતાં. આ ડ્રાઈવ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા બે સ્થળો પર ૪૦૦ જેટલા વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. અન્ય ૧૦૦ થી વધારે વૃક્ષોનું પ્લાન્ટેશન તે પછીના બે દિવસ દરમ્યાન આ બન્ને સ્થળો પર કરવામાં આવ્યું હતું. સ્પેલ વેલ ઈન્ડિયા - જામનગર હેડ ઓફિસ દ્વારા પ૦૦ થી વધારે વૃક્ષો વાવાની ઝુંબેશ તારીખ ૧પ સુધી જામનગર શહેરમાં સંપન્ન થઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh