Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહિલા અને બાળ આરોગ્ય દિવસ ઉજવાયોઃ પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન

નારી વંદન ઉત્સવ અંતર્ગત

જામનગર તા. ૧૬ઃ જામનગરમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત 'મહિલા અને બાળ આરોગ્ય' દિવસની ઉજવણી હેઠળ બહેનો દ્વારા નાટક રજૂ કરી મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય વિષે જાગૃત કરવા માટે પ્રેરણા આપવામાં આવી. આરોગ્ય કેમ્પનું આયોજન, પોષણયુક્ત વિવિધ વાનગીઓનું નિદર્શન તથા સાયકલ રેલીનું આયોજન કરાયું હતું.

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા 'નારી વંદન ઉત્સવ'ની ઉજવણી તા. ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી હતી. જેમાં તા. ૭ ઓગસ્ટના 'મહિલા અને બાળ આરોગ્ય' દિનની ઉજવણીનું આયોજન જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલ ફાયર વિભાગના સભાગૃહમાં કરવામાં આવ્યું હતું. આ કાર્કય્રમ અંતર્ગત 'મહિલા અને બાળ આરોગ્ય' થીમ પર બહેનો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય અતિથિ મેયર બિનાબેન કોઠારી દ્વારા બહેનોને સમાજમાં દરેક ક્ષેત્રે સંગઠિત બની સમાજના ઉત્થાન કરવા માટે પ્રેરિત કરવામાં આવેલ. મહિલા અને બાળ વિભાગમાંથી જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી સોનલબેન વર્ણાગર દ્વારા મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત રહેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા દ્વારા મહિલાઓને સશક્ત બનવા તથા સમાજમાં આગળ પડતું સ્થાન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ. હેડ પોસ્ટ ઓફિસમાંથી પધારેલ સુપરવાઈઝર છાયાબેન જોષી દ્વારા શ્રમિક સુરક્ષા વીમા યોજના વિષે વિસ્તુત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં આંગણવાડીના બહેનો દ્વારા પોષણયુક્ત કુલ ૪૮ પ્રકારની વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવેલ હતું, જે અતિથિઓએ નિહાળી બહેનોની બનાવેલ વાનગીઓની પ્રશંસા કરી હતી. મહિલા અને બાળ આરોગ્ય ઉજવણી નિમિત્તે વિવિધ આરોગ્ય કેન્દ્રો પર આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફીટ ઈન્ડિયા બાઈસિકલ રેલી કસ્તુરબા વિકાસ ગૃહના પ્રાંગણમાંથી શરૃ કરવામાં આવી હતી. આ રેલીમાં જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી હંસાબેન ટાઢાણી અને સોનલબેન વર્ણાગર, શી ટીમ, ૧૮૧ મહિલા અભયમની ટીમ, ગુ.સા. મહેતા શાળાના શિક્ષકો, જિલ્લા રમતગમત વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતાં. શાળાની કુલ ૧ર૦ વિદ્યાર્થીનીઓ રેલીમાં જોડાઈ હતી. રેલીના અંતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓને છાસ વિતરણ કરવામાં આવી હતી.

જિલ્લા મહિલા અને બાળ વિભાગ દ્વારા તા. ૧ થી તા. ૭ ઓગસ્ટ દરમિયાન 'નારી વંદન ઉત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બહેનો અને કિશોરીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી લગત વિભાગોને સાથે રાખી મહિલાલક્ષી યોજનાઓનો બોહળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરી ઉત્સવને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh