Advertisement
Author: નોબત સમાચાર

યમુનાની જળસપાટી ફરી ખતરાના નિશાનથી ઉપરઃ દિલ્હીમાં પૂરનો મંડરાતો ખતરો

જુલાઈમાં ર૭ હજાર લોકોનું સ્થળાંતર કરાયું હતુંઃ

નવી દિલ્હી તા. ૧૬ઃ યમુના નદીની જળસપાટી ફરીથી ખતરાનું નિશાન વટાવી ગઈ હોવાથી રાજધાની દિલ્હી પર ફરીથી પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે.

દિલ્હીમાં આજે જુના યમુના નદીના જળસ્તર ફરી એકવાર ખતરાના નિશાનથી વધીને ર૦પ.૩૯ મીટર સુધી પહોંચી ગયું છે. સેન્ટ્રલ વોટર કમિશનના ડેટા અનુસાર આજે રાત્રે ૧૦ વાગ્યે પાણીનું સ્તર ર૦પ.૩૩ મીટરથી ર૦પ.૩૯ મીટરના ખતરાના નિશાનને વટાવીને સતત વધી રહ્યું છે, અને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે.

દિલ્હીમાં જુના રેલવે બ્રિજ પર ગઈકાલે સાંજે ૬ વાગ્યે પાણીનું સ્તર ર૦૪.૯૪ મીટર હતું. સીડબલ્યુસી અનુસાર દિલ્હીમાં બપોરે ૩ વાગ્યે યમુનાનું જળસ્તર ચેતવણીના સ્તરને પાર કરી ગયું અને પાણીનું સ્તર ર૦૪.પ૭ મીટર પહોંચી ગયું હતું. યમુના નદીના જળસ્તરનું 'એલર્ટ' લેવલ ર૦૪.પ મીટર છે.

ઉલ્લેખનિય છે કે, જુલાઈમાં દિલ્હી તેમજ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે દિલ્હીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. યમુના નદીએ ૧૩ જુલાઈના અગાઉના રેકોર્ડને પણ તોડીને રેકોર્ડ ર૦૮.૬૬ મીટરનો વધારો કર્યો હતો. છેલ્લા ઘણાં વર્ષોની સરખામણીમાં પૂરના પાણી શહેરમાં ઘૂસી ગયા હતાં. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી ર૭ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પૂરના કારણે કરોડો રૃપિયાનું નુક્સાન થયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh