Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂજ તા. ૧૬ઃ કચ્છમાં આજે વહેલી સવારે ૩.૩ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. કેન્દ્રબિંદુ દુધઈથી ૧૯ કિ.મી. દૂર નોંધાયું હતું. વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ગત્ જૂન મહિનામાં બિપોરજોય વાવાઝોડા દરમિયાન કચ્છમાં ૩.પ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારપછી આજે વહેલી સવારે કચ્છમાં ૩.૩ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી ૧૯ કિ.મી. દુર નોંધાયું છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુક્સાનના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તે ઉપરાંત માર્ચ મહિનામાં પણ કચ્છની ધરતી કંપી હતી. તે સમયે ભચાઉથી ૧૦ કિ.મી. દુર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. કચ્છમાં ૩.ર ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ગત્ ૬ ઓગસ્ટે બનાસકાંઠા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાસકાંઠા પંથકમાં ૬ ઓગસ્ટે વહેલી સવારે ભૂકંપ આવતા લોકો ફટાફટ પોતપોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતાં. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૬ ની નોંધાઈ હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાનના ઝાલોર નજીક નોંધાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial