Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં હિન્દુ સેનાના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમો

હિન્દુત્વના આક્રમક વકતા કાજલબેન હિન્દુસ્તાનીની ઉપસ્થિતિમાં

જામનગર તા. ૧૬ ઃ જામનગરમાં હિન્દુ સેનાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં હિન્દુત્વના આક્રમક વકતા કાજલબેન હિન્દુસ્તાની ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

છેલ્લા ઘણાં સમયથી હિન્દુસેના ગુજરાતમાં સંઘર્ષમય સમયમાં કામ કરી રહી છે. દિલ્લીથી શરૃ થયેલ હિન્દુ સેનાને ૧ર વર્ષ પૂર્ણ થતા હિન્દુ સેના - જામનગર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ડી.કે.વી. સર્કલ નજીકના શ્રી સૂર્યહનુમાન મંદિરમાં મહાઆરતી કરી આતશબાજી કરવામાં આવી હતી. આ પછી હિન્દુત્વના આક્રમક વકતા કાજલબેન હિન્દુસ્તાનીને સાથે રાખીને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતાં. કાલાવડના હિન્દુ રક્ષક સંઘના ડો. સીમાબેન પટેલ અને રીતેષ પટેલએ કાજલબેનનું સન્માન કર્યું હતું. હિન્દુ સેનાની વિદ્યાર્થી પાંખની અંજલી ભાનુશાળીએ હાથથી બનાવેલ કાજલબેનનો સ્કેચ તેમને અર્પણ કર્યો હતો.

તો હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ પ્રતિક ભટ્ટનું શહેર પ્રમુખ દિપક પિલ્લાઈ અને સૈનિકોએ તલવારની ભેટ આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે પ્રવચનમાં કાજલબેન હિન્દુસ્તાનીએ કહ્યું હતું કે, હિન્દુ તહેવારો આવી રહ્યા છે, તો હિન્દુઓ પાસેથી વસ્તુઓ ખરીદવી, હિન્દુઓને જ રોજગાર આપવો અને હિન્દુને જ આગળ લાવવા આ કાર્યક્રમમાં હિન્દુસેનાના શહેર પ્રમુખ દિપક પિલ્લાઈ, શહેર મંત્રી મયુર ચંદન, પૂર્વ કાલીન સૈનિક કિશન નંદા, કાર્યાલય મંત્રી અમીત પઢીયાર, યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, શહેર ઉપપ્રમુખ ભરત આહિર, મીડિયા સેલના મેહુલ મહેતા, સચિન જોષી, હાર્દિકસિંહ આયુષ, વેદાંત, ઓમ ભાનુશાળી, ઉપરાંત શશીકાંત સોની, જયદેવ ગઢવી, કોર્પોરેટર અને બ્રહ્મ સમાજ પ્રમુખ આશિષ જોશી, મહાદેવ મિત્ર મંડળના રાજુ મહાદેવ, પૂર્વ ભાજપ પ્રમુખ સુરેન્દ્રભાઈ વ્યાસ, ભૂપેન્દ્રભાઈ જાની, વ્રજલાલભાઈ પાઠક, હિન્દુ સેનાના લાલપુરના પ્રમુખ ગોવિંદભાઈ વસરા, ગૌતમ પરમાર, કાલાવડના હિન્દુ રક્ષક સંઘના સ્મિત પટેલ, અને ધોરાજીના કુલદિપ રાવલ, હિન્દુ જાગરણ મંચ, ધર્મ જાગરણ મંચ હિન્દુ રાષ્ટ્રીય સંઘ, આરએસએસ, ભાજપ, મહાદેવ હર મિત્ર મંડળ, શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટ, બ્રહ્મ સમાજના આગેવાનો, સૈનિકો જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh