Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોળ વર્ષ પહેલા બનાવાયો હતો બોગસ દસ્તાવેજઃ
જામનગર તા. ૧૬ઃ કાલાવડના ખરેડી ગામમાં આવેલી એક કિંમતી જમીનનો સોળ વર્ષ પહેલા બોગસ દસ્તાવેજ બનાવાયો હતો. તેને રદ્દ કરાવવા અદાલતમાં દાવો કરવામાં આવ્યો હતો. અદાલતે આ દસ્તાવેજ રદ્દ કરવાનો હુકમ કર્યાે છે.
આ કેસની વિગત મુજબ ગોકળભાઈ રત્નાભાઈ કોઠીયાની કિંમતી ખેતીની જમીન જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડીમાં આશરે ૨૧ વીઘા જમીન આવેલી છે.
તે જમીનનો વર્ષ ૨૦૦૯માં બોગસ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. તે દસ્તાવેજ રદ્દ કરવા દાવો કરનાર ગોકળભાઈ રત્નાભાઈ કોઠીયાની જાણ બહાર જમીનનો દસ્તાવેજ ગોવિંદભાઈ હમીરભાઈએ પોતાની તરફેણમાં વર્ષ ૨૦૦૭ ની સાલમાં સબ રજીસ્ટ્રાર કરાવી તેની જે તે વખતે રેવન્યુ નોંધની ૧૩૫-ડીની નોટીસથી જાણ મૂળ માલિક ગોકળભાઈ રત્નાભાઈ કોઠીયાને થતાં વકીલ સાજીદ વાય. બ્લોચ મારફત આ નોંધ સામે વાંધો લીધો હતો અને વર્ષ ૨૦૦૭માં કાલાવડના મામલતદાર દ્વારા કેસ ચલાવી વેચાણની નોંધને રદ્દ કરવામાં આવી હતી.
આ દાવો કાલાવડની દીવાની અદાલતમાં સોળ વર્ષ સુધી ચાલ્યો હતો. તે દરમિયાન પ્રતિવાદી ગોવિંદભાઈએ વર્ષ ૨૦૧૧માં તે દસ્તાવેજના આધારે જમીનનો કબજો મેળવવા અલગ દાવો કર્યાે હતો. તે દાવો કોર્ટે નામંજૂર કર્યાે છે. બંને દાવામાં ગોકળભાઈ રત્નાભાઈ કોઠીયા તરફથી કાલાવડના વકીલ સાજીદ બ્લોચ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial