Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતે બચાવ પક્ષની દલીલો રાખી ગ્રાહ્યઃ
જામનગર તા. ૧૬ઃ રાજકોટના જેતપુરના એક પોલીસ કર્મચારી સામે આવકથી વધુ સંપત્તિ હોવાનો આક્ષેપ મૂકી એસીબીએ ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
પોણા ચાર વર્ષ પહેલા લાંચના આ ગુન્હાએ ભારે ચકચાર પ્રસરાવી હતી.રાજકોટ જિલ્લાના જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિશાલ ગોવિંદભાઈ સોનારા સામે ગઈ તા.૨૮-૯-૧૯ના દિવસે એસીબીએ આવકથી વધુ સંપત્તિ ધારણ કરવાનો ગુન્હો નોંધ્યો હતો. તેની ભુજ એસીબીએ તપાસ કરી હતી.
એસીબી દ્વારા આક્ષેપ મુકવામાં આવ્યો હતો કે, આ પોલીસકર્મીએ ડીવાયએસપી જે.એમ. ભરવાડના કહેવાથી રૃા.૮ લાખની દેશુર નથુભાઈ રબારી પાસેથી માંગણી કરી હતી. જેનું એસીબીએ છટકુ ગોઠવ્યું હતું અને વિશાલ સોનારા તે રકમ સ્વીકાર્યા પછી ડીવાયએસપી સાથે વાત કરતા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન ડીવાયએસપી સામે પુરતા પુરાવા મળ્યા ન હતા અને વિશાલ સોનારા સામે ચાર્જશીટ કરાયું હતું. તપાસમાં વિશાલની મોટરમાંથી રૃા.૩ લાખ ૭૪ હજાર મળી આવ્યા હતા. તે રકમ અપ્રમાણસર મિલકતની હોવાનો આક્ષેપ કરાયો હતો.
તે કેસ ચાલવા પર આવતા બચાવ પક્ષે દલીલ કરી હતી કે, આરોપીની કાયદેસરની આવક અંગે કોઈ તપાસ કરવામાં આવી નથી, લાંચ-રૃશ્વત વિરોધી ધારાની કલમ-૧૩માં વધુ સંપત્તિ ધારણ કરી શકાય પરંતુ જ્યાં સુધી તેના કાયદેસરના આવકના સ્ત્રોતથી વધુ સંપત્તિ ધારણ કરતા હોવાનું પ્રમાણિત ન થાય ત્યાં સુધી સરકારી અધિકારી સામે ગુન્હો ન નોંધી શકાય. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપીનો આક્ષેપમાંથી છૂટકારો કર્યાે છે. આરોપી તરફથી જામનગરના વકીલ ડો. વી.એચ. કનારા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial